Atmadharma magazine - Ank 301
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 45

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૩૯ :
શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃત
(જન્મ–શતાબ્દિ લેખમાળા: (લે.–૮) અંક ૨૯પ થી ચાલુ)
(૩૮૮) જ્ઞાનીનાં વચનની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તો નિર્વાણ પણ
સુલભ જ હોત. (૪૬૨)
(૩૮૯) ભુજાએ કરી જે સ્વયંભૂરમણ સમુદ્ર તરી ગયા, તરે છે અને તરશે તે
સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. (૪૭૭)
(૩૯૦) કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને
ઉત્પન્ન જ ન થાય. (૪૮૮)
(૩૯૧) પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. (૪૮૮)
(૩૯૨) અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થનો લક્ષ સૌથી
પ્રથમ કર્તવ્ય છે. (૪૯૩)
(૩૯૩) “સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું” એ જ મુખ્ય તો સમજવાનું છે.
(પ૦૮)
(૩૯૪) આત્મદશા સાધે તે સાધુ. (પ૪૯)
(૩૯પ) સર્વજ્ઞે અનુભવેલો એવો શુદ્ધ આત્મપ્રાપ્તિનો ઉપાય, શ્રીગુરુવડે જાણીને
તેનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મપ્રાપ્તિ કરો. (૬૨પ)
(૩૯૬) જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો કલેશ;
ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ.
સર્વકાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ;
ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.
–વર્ષ ૨૩ મું (૮પ)
(૩૯૭) જેના વિના એકપળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રી
આદિક) તે અનંતવાર છોડતાં, તેનો વિયોગ થયાં અનંતકાળ પણ થઈ ગયો; તથાપિ તેના
વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો
તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.