: ૪૦ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
(૩૯૮) વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં; જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં
જ કરૂં; તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત્
એવા દ્વેષથી એવારૂપે જન્મવું પડ્યું! આને તેમ કરવાની તો ઈચ્છા નહોતી! કહો એ
સ્મરણ થતાં આ કલેષિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત્ આવે છે.
(૩૯૯) વધારે શું કહેવું? જે જે પૂર્વનાં ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, તેનું
સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જન્મવું, અને ફરી એમ ન
જ કહેવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે.
(૪૦૦) સુખધામ અનંત સુસંત ચહી,
દિનરાત રહે તદ્ ધ્યાનમહીં;
પ્રશાંત અનંત સુધામય જે,
પ્રણમું પદ તે વર તે જય તે.
શ્રીમદ્ના જીવનનું આ અંતિમ કાવ્ય છે........
માત્ર ૩૩ વર્ષ પ માસના આયુમાં દેહાંતના થોડા દિવસ પહેલાં ચૈત્ર સુદ ૯ ના
રોજ ઉપરોક્ત શબ્દો દ્વારા તેમણે, સંતોને અતિ વ્હાલું એવું જે સુખધામ ચૈતન્યપદ, તેને
યાદ કરી તેના ધ્યાનની ભાવના ભાવી, તેને પ્રણમન કરીને તેનો જયકાર કર્યો છે. એ
રીતે ચૈતન્યપદના જયકારપૂર્વક તેની આરાધનાસહિત સ્વર્ગે સીધાવ્યા છે...ને હવે
અલ્પકાળમાં તે આરાધના પૂર્ણ કરીને સાદિ–અનંત સુખમય એવા પરમ પદને પામશે ને
સિદ્ધાલયમાં બિરાજશે.
એવા સિદ્ધપદસાધક સન્ત શ્રીમદ્ રાજચંદ્રજીને નમસ્કાર હો.
એવા સાધક સન્તોની ઓળખાણ કરાવનાર કહાનગુરુને નમસ્કાર હો.
– –
એવા કયા જીવો છે કે જેઓ જન્મથી માંડીને
આખી જીંદગી દરમિયાન વધુમાં વધુ સાત કર્મો જ
બાંધે છે,–આઠ કર્મો જીવનમાં ક્્યારેય નથી બાંધતા?