Atmadharma magazine - Ank 302
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 53

background image
માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
‘આત્મરસ’
(તેમાં ભરેલા ગંભીર ભાવો)
‘સામાન્યનો આવિર્ભાવ’ તેનો અર્થ
સમજાવતાં ગુરુદેવે ગંભીરભાવે કહ્યું કે–
અભેદસ્વભાવ તરફ ઝુકેલી પર્યાય, તેમાં
સામાન્યનો આવિર્ભાવ છે, ને તે પર્યાય
રાગાદિથી છૂટી થયેલી છે એટલે ખંડખંડરૂપ
નથી, પણ સ્વભાવ સાથેની એકતાના
અનુભવથી અખંડ થઈ છે. એને જૈનશાસન
કહેવાય છે, એને જૈનધર્મ કહેવાય છે, એને જ
ભાવશ્રુત અને મોક્ષમાર્ગ કહેવાય છે. એને જ
અતીન્દ્રિયજ્ઞાન અથવા શુદ્ધોપયોગ કહેવાય
છે; એને જ આનંદનો સ્વાદ અને
વીતરાગવિજ્ઞાન કહેવાય છે. અહો! કેટલા
ગંભીર ભાવ છે!–આમાં જ્ઞાનનો સ્વાદ છે, ને
આમાં જ શાંતિ છે. ભેદજ્ઞાન ને સમ્યગ્દર્શન
આમાં સમાય છે. આત્માના અનંતા ધર્મો
આમાં સમાય છે. આ ‘આત્મરસ’ છે તેમાં
‘સબ–રસ’ સમાય છે.
(સ. ગા. ૧પ પ્રવચનમાંથી)
અનુભૂતિ તે આત્મા
આચાર્યદેવે અનુભૂતિને આત્મા જ
કહ્યો, અંતરમાં અભેદ થયેલી સ્વાનુભવરૂપ
નિર્મળ પર્યાયને જ આત્મા કહી દીધો, કેમકે
તે પર્યાય અભેદ છે, અને તે
ભાવશ્રુતપર્યાયમાં સમસ્ત જિનશાસન આવી
જાય છે. વિષય અને વિષયી અભેદ છે,
એટલે વિષયરૂપ–ધ્યેયરૂપ શુદ્ધઆત્મા, અને
તેને વિષય કરનાર શુદ્ધનય, એ બંને અભેદ
થયા છે તેથી શુદ્ધનયને આત્મા જ કહ્યો.
શુદ્ધનય કહો, આત્માની અનુભૂતિ કહો કે
શુદ્ધઆત્મા કહો, તે એક જ છે. એ રીતે
અનુભવમાં એક આત્મા જ પ્રકાશમાન છે.
આવા આત્માને જાણ્યો–અનુભવ્યો તેણે
સમસ્ત જિનશાસનને જાણ્યું, જિનદેવના સર્વ
ઉપદેશનું રહસ્ય તેણે જાણી લીધું.
કોના જેવા થઈશું?
(આપણે તો વીરનાં સંતાન છીએ)
બંધુઓ, આપણે ગાંધીજી જેવા કે જવાહરજી જેવા નથી
થવું....આપણે તો મહાવીર જેવા થવું છે કેમકે આપણે વીરનાં સંતાન
છીએ. બહેનો, આપણે ઝાંસી કી રાણી જેવા કે ઈંદિરાબેન ગાંધી જેવા
નથી થવું, આપણે તો બ્રાહ્મી–સુંદરી ને ચંદના–સીતા જેવા થવું છે.
તે ધર્માત્મા સંતોનું જીવન એ જ આપણો આદર્શ છે.