માતા કહે છે બાળકને.....
એક બાળક પોતાની માતા પાસે અંતરની કેવી ભાવનાઓ રજુ કરે છે તે આપણે
આત્મધર્મ અંક ૩૦૦ માં વાંચ્યું. હવે એક આદર્શ માતા નાનપણથી જ પોતાનાં બાળકોને
કેવા ઉચ્ચ સંસ્કારોની શિખામણ આપે છે? તે અહીં રજુ કરેલ છે:–
(૧) તું આત્માને ભૂલીશ નહિ,
હિંસા કદી કરીશ નહિ.
(૨) તું ભગવાનને ભૂલીશ નહિ,
ખોટું કદી બોલીશ નહિ.
(૩) તું ગુરુસ્તુતિને ભૂલીશ નહિ,
ચોરી કદી કરીશ નહિ.
(૪) તું શાસ્ત્ર જ્યાં ત્યાં મૂકીશ નહિ,
રાત્રે કદી જમીશ નહિ.
(પ) તું સદા સંતોષથી રહેજે,
મમતા કદી કરીશ નહિ.
(૬) તું સારી શિખામણ માનજે,
એટલું બરાબર કરજે.
(જૈન બાળપોથી : પાઠ ૨૨)
(માતાઓ! આપનાં બાળકોમાં ઉચ્ચ આદર્શોનું સહેલાઈથી સીંચન કરવા માટે
આવી શિખામણનો પ્રયોગ જરૂર કરવા જેવો છે. બાળકના જીવનમાં માતા દ્વારા મળતા
સંસ્કારનું સ્થાન સૌથી ઊંચું છે.)