: ૧૦ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
આચાર્યદેવ કહે કે અરે, ઈન્દ્રિયો તરફ જ જેનું જ્ઞાન એકાકાર વર્તી રહ્યું છે તે જીવોએ
અતીન્દ્રિયસુખથી ભરેલા આત્માની મિત્રતા છોડી દીધી, ને જડ ઈન્દ્રિયોની સાથે મિત્રતા કરી.
તેને ઈન્દ્રિયો જીવતી છે, પણ અતીન્દ્રિયભગવાન આત્મા તો જાણે મરી ગયો હોય–એમ એને
દેખાતો નથી. ઈન્દ્રિયો અને તેના વિષયો જ તેને દેખાય છે પણ તેનાથી પાર અતીન્દ્રિય
આનંદનો સમુદ્ર તેને દેખાતો નથી. અરે, જ્યાં સુધી ભર્યું છે ત્યાં મિત્રતા નથી કરતો, ને જ્યાં
એકાંત દુઃખ છે ત્યાં મિત્રતા કરવા દોડે છે!–એવા જીવોને શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
અનંતસુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા,
અનંતદુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા!
ઉઘાડ ન્યાયનેત્રને નિહાળ રે! નિહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
અરે, અનંતસુખથી ભરેલો આ આત્મસ્વભાવ, તેની આરાધનામાં દુઃખ કલ્પીને
તેની મિત્રતા તો છોડી દીધી, તેમાં જરાય દુઃખ નથી, એકલું અનંતસુખ ભર્યું છે,–તેમાં તું
પ્રીતિ કેમ નથી કરતો? અને બાહ્યવિષયો–કે જેની પ્રીતિમાં અનંતદુઃખ છે, છતાં ત્યાં
સુખ કલ્પીને અજ્ઞાની પ્રેમ કરે છે,–એ આશ્ચર્યની વાત છે! જેમાં સુખ ભર્યું છે એવા
પોતા સામે તો જોતો નથી, ને જેમાં સ્વપ્નેય સુખ નથી તેમાં પ્રેમ કરે છે–એ અજ્ઞાન છે.
આવા અજ્ઞાનને હે જીવ! તું છોડ! ને જ્ઞાનનેત્ર ઉઘાડીને જો.....તારામાં જ સુખ છે તેને
દેખ.....ને બાહ્યવિષયોમાં સુખબુદ્ધિની વિપરીત પ્રવૃત્તિને તું શોઘ્ર છોડ.
જ્ઞાનીઓને ચૈતન્યના અતીન્દ્રિયસુખના સ્વાદ પાસે જગતના કોઈ વિષયો રુચિકર
લાગતા નથી. શુભ કે અશુભ કોઈપણ ઈન્દ્રિયવિષયોમાં, કે તે તરફના રાગમાં ધર્મીજીવોને
કદી સુખ ભાસતું નથી. અરે, અતીન્દ્રિય આનંદનો ધણી આ ચૈતન્યભગવાન, તે ઈન્દ્રિયના
વિષયોમાં અટકી જાય–એ તો નિંદ્ય છે. ઈન્દ્રિયોને હત કીધી, ત્યાં ઈન્દ્રિયો તો જડ છે, પણ તે
તરફનું વલણ તે હત છે, નિંદ્ય છે ને દુઃખરૂપ છે. દુઃખી જીવો જ બાહ્યવિષયો તરફ
આકુળતાથી દોડે છે. જો દુઃખી ન હોય તો વિષયો તરફ કેમ દોડે? અતીન્દ્રિય ચૈતન્યસુખના
સ્વાદમાં લીન સન્તોને ઈન્દ્રિયવિષયોસન્મુખ વલણ થતું નથી.
અહા, આત્માના અતીન્દ્રિયસુખસ્વભાવની અલૌકિક વાત પ્રસન્નતાથી જેના અંતરમાં
બેઠી, આચાર્યદેવ કહે છે કે, તે જીવ અલ્પકાળમાં મોક્ષ પામશે; કેમકે તેની રુચિનું વલણ
ઈન્દ્રિયો તરફથી ને ઈન્દ્રિયજ્ઞાન તરફથી પાછું ખસીને અતીન્દ્રિય જ્ઞાન–આનંદસ્વભાવ તરફ