: માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૩ :
આ જે બધાય ભાવો છે તેમાં શરીરાદિ કે રાગાદિ તે હું નથી, જ્ઞાનભાવ તે જ હું
છું–એમ જાણનારસ્વરૂપે જ પોતે પોતાને અનુભવમાં લેતાં આત્મજ્ઞાન થાય છે. જેમ
અરિહંતને ઓળખતાં આત્મા જણાય એમ કહ્યું; તેમાં પરમ ઔદારિક દિવ્ય શોભાવાળું
શરીર તે કાંઈ અરિહંતની પર્યાય નથી, એ તો જડપુદ્ગલની પર્યાય છે, તે પર્યાય વડે
અરિહંતનો આત્મા નથી ઓળખાતો; એ જ રીતે રત્નમણિનાં છત્ર–ચામર–સિંહાસન
વગેરે પ્રાતિહાર્યો તે પણ જડના સંયોગ છે, તે પ્રાતિહાર્યોની શોભા વડે અરિહંતનો
આત્મા ઓળખાતો નથી, કેમકે તે કાંઈ અરિહંતની પર્યાય નથી; અરિહંતદેવની પર્યાય
તો કેવળજ્ઞાનાદિરૂપ છે;–જેમાં રાગાદિ નથી, આવી કેવળજ્ઞાનાદિ પર્યાય વડે તથા તેમના
ગુણ અને દ્રવ્ય વડે અરિહંતને ઓળખતાં જ્ઞાનસ્વરૂપ આત્મા ઓળખાય છે, એટલે
જડના સંયોગથી તથા પરભાવોથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ હું છું–એવું ભેદજ્ઞાન તથા
સમ્યગ્દર્શન થાય છે. આ રીતે જ્ઞાનસ્વરૂપ આત્માની પ્રતીત થઈ ત્યારે અરિહંતના
આત્માની ઓળખાણ થઈ; ને ત્યારે મોક્ષમાર્ગ શરૂ થયો.
તેમ અહીં પણ કહે છે કે દરેક આત્મા જ્ઞાનસ્વરૂપ છે; તે જ્ઞાનસ્વરૂપ આત્માને
જ્ઞાનપણે ન અનુભવતાં રાગાદિપણે કે જડપણે માનીને જ્ઞાનને ભૂલી જાય છે, તેથી
અજ્ઞાનીને શુદ્ધ આત્માની સિદ્ધિ થતી નથી, તે તો અશુદ્ધ આત્માને જ અનુભવે છે.
અનેક ભાવોનું (જ્ઞાન, રાગ ને સંયોગોનું) મિશ્રપણું હોવા છતાં તેમાં જે જ્ઞાનપણે
અનુભવાય છે તે જ હું છું, ને એ સિવાય બીજા ભાવો તે હું નથી–આમ ભેદજ્ઞાનમાં
પ્રવીણ થઈને નિઃશંકપણે અન્ય સમસ્ત ભાવોથી ભિન્ન શુદ્ધજ્ઞાનસ્વરૂપે જ પોતાને
અનુભવે છે ત્યારે જ તેમાં એકાગ્ર થઈને આત્મા પોતાની શુદ્ધતાને સાધે છે. આ રીતે
સાધ્યની સિદ્ધિ થાય છે.
કોઈ પદાર્થને જાણતાં તેમાં પોતાનું જ્ઞાન તો મુખ્ય છે જ; જ્ઞાનના અસ્તિત્વ
વગર જ્ઞેયનું અસ્તિત્વ જાણી શકાય જ નહિ. જ્ઞાન વગર જ્ઞેય શેમાં જણાય? આમ
જ્ઞાનની હયાતીમાં જ જ્ઞેયનું અસ્તિત્વ જણાતું હોવા છતાં, અજ્ઞાની તે જ્ઞાનને જ ભૂલી
જાય છે.–અરે ભાઈ, જ્ઞેયોને જાણતાં જ્ઞાનસ્વરૂપે તારું અસ્તિત્વ છે–તેને તું કેમ ભૂલી
જાય છે! અરે, જાણનારે પરને જાણ્યાં પણ પોતે પોતાને જ ભૂલ્યો! શ્રીમદ્ રાજચંદ્રજી
એક પત્રમાં જ્ઞાનની મુખ્યતા બતાવતાં લખે છે કે–(બીજી આવૃત્તિ પૃ. ૨પ૦) :
“કોઈ પણ જાણનાર, ક્યારે પણ, કોઈ પણ પદાર્થને પોતાના