Atmadharma magazine - Ank 302
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 53

background image
: ૪ : આત્મધર્મ માગશર : ૨૪૯પ
ઘટે છે....સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ, તે જીવ છે; તેને ગૌણ કરીને એટલે તેના
વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે, તો તે બનવાયોગ્ય નથી; માત્ર તે જ મુખ્ય હોય
તો જ બીજું કાંઈ જાણી શકાય.”
આ રીતે જીવનું ઊર્ધ્વપણું છે, મુખ્યપણું છે, તેના
અસ્તિત્વમાં સર્વ પદાર્થો જાણી શકાય છે. બધાને જાણનારો પોતે, છતાં પોતે પોતાને
ભૂલી રહ્યો છે!
ઘટ પટ આદિ જાણ તું તેથી તેને માન;
(પણ) જાણનારને માન નહિ, કહિયે કેવું જ્ઞાન!
(આત્મસિદ્ધિ)
જ્ઞાનસ્વરૂપ હું નથી, ને પદાર્થો મને જણાય છે–એ વાત કેવી? પદાર્થો જણાય છે,
તો પહેલાં તેને જાણનારો તું જ્ઞાનસ્વરૂપે સત્ છો–એમ તારું અસ્તિત્વ જાણ.
અહા, દરેક જીવને પર્યાયે પર્યાયે જ્ઞાન તો પ્રકાશી જ રહ્યું છે; પણ જ્ઞાનને
જ્ઞાનપણે ન ઓળખતાં રાગપણે ને જડજ્ઞેયોપણે કલ્પી લ્યે છે, હું જ્ઞાનસ્વરૂપ છું એમ
નથી અનુભવતો પણ રાગાદિપણે જ પોતાને અનુભવે છે.–આ રીતે ‘અનુભૂતિરૂપ જે
જ્ઞાન છે તે જ હું છું’–એવું આત્મજ્ઞાન નહિ હોવાથી તે અજ્ઞાનીને જ્ઞાનસ્વરૂપમાં
એકાગ્રતારૂપ મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી, તે તો રાગાદિમાં જ એકાગ્રપણે અજ્ઞાનભાવથી
સંસારમાં રખડે છે.
જ્ઞાન વગરનો ક્યો જીવ હોય? કોઈ જીવ જ્ઞાન વગરનો હોય નહિ, તે જ્ઞાનપણે
પોતે પોતાને ન ઓળખતાં અન્ય ભાવોપણે જ પોતાને માનવો તે અનાત્મજ્ઞાન છે–
મિથ્યાત્વ છે, અપ્રતિબુદ્ધપણું છે. તે કેમ ટળે તેની આ વાત છે.
જ્ઞાનસ્વરૂપ અનુભવ તે જ હું છું–એમ શુદ્ધાત્માના સેવન વડે અજ્ઞાન ટળીને
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થાય છે. આ જ્ઞેયપણે જણાતાં અનેક ભાવોમાં જે જ્ઞાનની
રચના કરનાર છે તે જ હું છું; રાગની રચના કરનારો હું નહિ, જડની–ભાષાની–શરીરની
રચના કરનારો હું નહિ; તેને જાણનારૂં જે જ્ઞાન, તે જ્ઞાનને રચનારો જ્ઞાનસ્વરૂપ હુંં છું–
એમ પરભાવોથી પૃથક્કરણ કરીને જ્ઞાનસ્વરૂપે પોતે પોતાને અનુભવમાં લેવો તેનું નામ
જ્ઞાનનું સેવન છે, તે જીવરાજાની સેવા છે, ને તે જ મોક્ષમાર્ગ છે.