રહિત છે, ને તેની બધી શુભાશુભક્રિયાઓ અજ્ઞાનમય છે, મિથ્યા છે. એકકોર
સર્વજ્ઞસ્વભાવ અને તેની સામે અજ્ઞાન, સર્વજ્ઞસ્વભાવની પ્રતીત વગરનું જે કાંઈ છે તે
બધુંય અજ્ઞાનમાં જાય છે, તેનું ફળ સંસાર છે. રાગનો એક કણિયો પણ સર્વજ્ઞસ્વભાવમાં
સમાય તેમ નથી. રાગનો અંશ પણ ભેગો ભેળવે તો સર્વજ્ઞસ્વભાવ જ સિદ્ધ ન થાય.
એટલે રાગના કોઈ પણ અંશમાં જેને ધર્મબુદ્ધિ છે, તેણે સર્વજ્ઞસ્વભાવી આત્માને માન્યો
નથી. સર્વજ્ઞસ્વભાવી આત્માને માનતાં રાગથી ભેદજ્ઞાન થઈ જ જાય છે.
દુર્બુદ્ધિજીવોનાં કહેલાં આગમો તો મિથ્યાસમય છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મા જેવો જ
આ આત્મા સર્વજ્ઞસ્વભાવી છે, પોતે જ પરમાત્મા થઈ શકે છે–એમ જે ન બતાવે ને સદાય
અધૂરો, દાસ, પામર કે પરાધીન જ મનાવે, રાગ વડે આત્મપ્રાપ્તિ થવાનું કહે. બીજાની
સેવાથી મોક્ષ થવાનું કહે એટલે કે પરાશ્રયભાવને પોષે–તો તે જિનાગમ નથી, સાચા
આગમ નથી, એ તો મિથ્યાત્વપોષક પરસમય છે; તેની શ્રદ્ધા છોડવાનો ઉપદેશ છે.
રાગથી વિરક્તિ કરાવીને જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા કરાવે છે, ને એ જ મોક્ષમાર્ગ છે.
વીતરાગનો ઉપદેશ તો વીતરાગતા માટે જ હોયને! ઊંડે ઊંડે ક્યાંય પણ રાગના
પોષણનો અભિપ્રાય રાખે તો તે જીવ વીતરાગઉપદેશને સમજ્યો નથી. ભાઈ! પોતાના
હિત માટે સાચા આગમની ઓળખાણ કરવી જોઈએ. હિત માટેનો ક્યો ઉપદેશ છે, ને
ક્યો તેનાથી વિરુદ્ધ ઉપદેશ છે–તેનો વિચાર કરીને સાચા ખોટાનો નિર્ણય કરવો જોઈએ.
એમને એમ આંધળી દોડે મોક્ષનો માર્ગ હાથ ન આવે.
આવો મોક્ષમાર્ગ છે, પણ રાગવાળો મોક્ષમાર્ગ નથી. સાચા જ્ઞાન વડે જ