: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
મોક્ષમાર્ગને સાધી શકાય છે. સાચા જ્ઞાનવાળો જીવ શું કરે? કે મોક્ષના અનાયતન એવા
કુદેવ–કુગુરુ–કુધર્મને છોડે, તથા તે કુદેવાદિને માનનારા એવા મિથ્યામતિજીવોનો સંગ
પણ તે છોડે. અને વીતરાગી દેવ–ગુરુ–ધર્મને ઓળખીને તેમના કહેલા વીતરાગમાર્ગનું
સેવન કરે. વીતરાગે કહેલા ચારે અનુયોગનો અભ્યાસ કરવા યોગ્ય છે; તે ચારે
અનુયોગ વીતરાગતાના જ પોષક છે. સર્વજ્ઞસ્વભાવી આત્માના ભાન વિના અજ્ઞાનથી
જે રાગ ક્રિયાઓ કરીને તેને ધર્મ માને છે તેમાં તો એકલા મિથ્યાભાવનું સેવન છે,
એટલે એકલો અધર્મ છે. જ્ઞાનસ્વરૂપ ને આનંદસ્વરૂપ આત્મા જ્યાં ન જાણ્યો ત્યાં ધર્મ
કેવો? ને સુખ કેવું?
સ્વવીર્યથી સિદ્ધપદ.....(રાગ તે જાણવાની ચીજ છે. સાધવાની નહિ)
સિદ્ધ ભગવાન જેવો સર્વજ્ઞસ્વભાવી મારો આત્મા છે–એમ જાણીને સાધકજીવ
સ્વયં તે સ્વભાવના સાધન વડે જ સર્વજ્ઞપદને સાધે છે. અનંતચતુષ્ટય પ્રગટવાનું સાધન
પોતાનો સ્વભાવ જ છે, રાગના સાધન વડે તે સધાતા નથી. રાગ તે જાણવાની ચીજ
છે, તે સાધવાની ચીજ નથી; સાધવાની ચીજ તો જ્ઞાનસ્વભાવી આત્મા છે. સાધકના
વીર્યની ગતિ પોતાના ચિદાનંદ સ્વભાવ તરફ છે. સ્વભાવ તરફના વીર્ય વડે સિદ્ધિની
પ્રાપ્તિ થાય છે; સ્વભાવસન્મુખ શુદ્ધોપયોગના બળથી આત્મા ભાવસમુદ્રને તરીને લોકોગ્રે
પહોંચે છે. આ રીતે સ્વવીર્ય જ તારણહાર છે; બીજું કોઈ તારણહાર નથી. આત્મ
સ્વભાવના પુરુષાર્થ વડે અનંતા જીવો સંસારને તરીને સિદ્ધપદ પામ્યા છે. આવો પુરુષાર્થ
તે સ્વવીર્ય છે. પુણ્ય–પાપ તરફનું વીર્ય તે ખરૂં સ્વવીર્ય નથી, તેના વડે કોઈ જીવો
સંસારથી તર્યા નથી. શુદ્ધોપયોગરૂપ સ્વવીર્યથી સિદ્ધિ પમાય છે, શરીરના બળથી કે
રાગના બળથી સિદ્ધિ પમાતી નથી.
સિદ્ધ ભગવાન પોતાના વીર્યથી સિદ્ધિ પામ્યા છે. આત્માનું સ્વવીર્ય જ તરણ–
તારણ છે, તે પોતે જ પોતાને તારનાર છે; અને સિદ્ધને સાધનારૂં તે સ્વવીર્ય નિજાનંદ
સહિત છે, હિતકારી છે, અનંત જ્ઞાન પરિણમન સહિત છે અને કોમલસ્વભાવરૂપ છે,
શાંત છે. કોઈ બીજો તારણહાર નથી પણ આત્માનું સ્વસન્મુખ વીર્ય તે જ તારણહાર છે.
વીર્ય હંમેશા જ્ઞાન–આનંદ સહિત છે.
જુઓ, આ તરવાનો ઉપાય! વજ્રશરીર હો, પણ તે પરદ્રવ્ય છે, તે સિદ્ધિનું
સાધન નથી; રાગ તો સિદ્ધિની પ્રાપ્તિ વખતે હોતો જ નથી, એટલે તે સિદ્ધિનું સાધન
નથી, તે તો ઉલ્ટો સિદ્ધિમાં બાધક છે. સિદ્ધિનું સાધન તો અંતર્મુખી સ્વવીર્ય છે, તે
આત્મવીર્ય જ તારણહાર છે; તે વીર્ય પોતામાં જ્ઞાન–આનંદની રચના કરનારું છે, પણ
બીજાને રચે કે બીજાને તારે–એવું આત્મવીર્યનું કામ નથી. વીતરાગી દેવ–ગુરુ–વાણી
તરવામાં નિમિત્તરૂપ છે પણ તે સ્વથી ભિન્ન છે, આ આત્માના શુદ્ધોપયોગની રચનાના
કર્તા તે નથી. આત્મા પોતે જ સ્વવીર્ય વડે શુદ્ધોપયોગની રચના કરીને સિદ્ધિ પામે છે.