: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૧૩ :
ચારે અનુયોગ શાશ્વત છે; એટલે કે જેમ જગતમાં છ દ્રવ્યો સદાય છે, તીર્થંકરાદિ
મહાપુરુષોની સદાય પરંપરા ચાલ્યા કરે છે, લોકરચના શાશ્વત છે, તેમ તેનું વર્ણન
કરનારા શાસ્ત્રોની પરંપરા પણ જગતમાં અનાદિથી ચાલી આવે છે. જેમ તીર્થંકરો સદાય
થતા આવે છે તેમ તેમની કથાઓ પણ સદાય પરંપરા ચાલી આવે છે–તીર્થંકરાદિના નામ
વગેરે ફરે પણ તેમની કથા તો ચાલ્યા જ કરે છે. એ જ રીતે ત્રણલોકની રચના, તેમાં
મહાવિદેહક્ષેત્ર, નંદીશ્વરદ્વીપ વગેરે અસંખ્યાત દ્વીપ–સમુદ્રની તથા સ્વર્ગ–નરકની શાશ્વત
રચના છે. તેનું વર્ણન ત્રિલોકપ્રજ્ઞપ્તિ વગેરે કરણાનુયોગમાં આવે છે. જેમ તે વસ્તુઓ
શાશ્વત છે તેમ તેનું વર્ણન કરનારા શાસ્ત્રો પણ સદાય હોય છે, ને તેનું જ્ઞાન કરનારા
જીવો પણ સદાય હોય છે. (અર્થસમય, શબ્દસમય ને જ્ઞાનસમય ત્રણેની સંધિ છે)
વિદ્વાનોએ વસ્તુસ્વરૂપ બતાવનારા આવા ચારે અનુયોગનો આત્મહિત–અર્થે અભ્યાસ
કરવો; તેનું નામ જ્ઞાનપૂજા છે. ચારે અનુયોગના અભ્યાસ દ્વારા વસ્તુસ્વરૂપ સમજીને
શુદ્ધાત્માનુુંં ધ્યાન કરવું તે ઉપદેશનો સાર છે. કરણાનુયોગ દ્વારા પણ સ્વાત્મચિંતન કરીને
સ્વરૂપ જ આરાધ્ય છે. षट्खंडागम વગેરે કરણાનુયોગમાં જીવના સૂક્ષ્મપરિણામો
બતાવ્યા છે; તે સૂક્ષ્મપરિણામોના જ્ઞાન દ્વારા પોતાના પરિણામ શાંત કરીને
વીતરાગસ્વરૂપમાં રમણતા કરવા–તે કરણાનુયોગના અભ્યાસનું સાચું ફળ છે. ચારે
અનુયોગનું ફળ વીતરાગતા જ છે. જૈનશાસ્ત્ર વીતરાગતાને જ પોષે છે; એટલે કે
આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવીને તેની દ્રષ્ટિ ને તેમાં એકાગ્રતાનો જ ઉપદેશ આપે છે. એ
જ શુદ્ધ ઉપદેશનો સાર છે.
જુઓ, શાસ્ત્રોનો અભ્યાસ કેવા લક્ષે કરવો તે પણ આમાં આવ્યું. પંડિતાઈના
માન ખાતર નહિ પણ પોતાના જ્ઞાનપ્રયોજનની સિદ્ધ માટે ચાર અનુયોગનો અભ્યાસ
કરવો, તેમાંથી સ્વસ્વરૂપ નક્કી કરીને તેનું ચિંતન કરવું. સ્વસ્વરૂપને આરાધવું તે ચારે
અનુયોગનો સાર છે. વીતરાગસ્વરૂપમાં ઉપયોગને જોડવાથી જ (શુદ્ધોપયોગથી જ)
સમ્યગ્દર્શનાદિ પ્રગટે છે. આ સિવાય બહારના સાધનોના જોડાણથી કે રાગથી
સમ્યગ્દર્શનાદિ થતાં નથી. પોતાના અંર્ત સ્વભાવસમુદ્રમાં ડુબકી લગાવવાથી સમ્યગ્દર્શન
ને પરમ આનંદની અનુભૂતિ થાય છે. તે જ આત્માનું નિશ્ચયપદ છે ને જ્ઞાનીવડે સ્વસંવેદ્ય
છે. આ સિવાય બહારમાં–રાગમાં ગોથા લગાવ્યે કાંઈ હાથ આવે તેમ નથી.
વીતરાગી કરણાનુયોગમાં સર્વજ્ઞદેવે જે સૂક્ષ્મપરિણામોનું તથા ત્રણલોકની
રચનાનું વર્ણન કર્યું છે તેવું બીજે ક્યાંય નથી–એમ કરણાનુયોગ દ્વારા પણ નિઃશંક થઈને
મિથ્યાત્વાદિ શલ્ય છોડવા, સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર ઓળખી, મિથ્યાત્વાદિ શલ્ય છોડીને
યથાર્થ વસ્તુસ્વરૂપ જાણવું જોઈએ. શુદ્ધદ્રષ્ટિ, દ્રવ્યદ્રષ્ટિ, તે આત્માના પૂર્ણ સ્વરૂપને
દેખનારી છે ને તેના વડે જ શુદ્ધ સમ્યગ્દર્શનનો લાભ થાય છે. આવા શુદ્ધ આત્માને
લક્ષમાં રાખીને ચારે અનુયોગનું ચિન્તન કરવું જોઈએ. શુદ્ધદ્રષ્ટિ વગર શાસ્ત્રોનું સાચુંં
રહસ્ય સમજાય નહીં.