Atmadharma magazine - Ank 304
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 47

background image
: ૧૪ : આત્મધર્મ : મહા : ૨૪૯પ
ચારે અનુયોગનો અભ્યાસ કરવાનું કહ્યું છે, પરંતુ તે પ્રકારની બુદ્ધિની મંદતા વગેરે
કારણથી કદાચ તેવો અભ્યાસ ન થઈ શકે, તો તેનો નિષેધ ન કરે પણ બહુમાન કરે; કેમકે
ચારેય અનુયોગ તે વીતરાગી જિનવાણી છે; તેની અરુચિ કરનારને જિનવાણીની જ અરુચિ
છે. અહીં તો તેનો અભ્યાસ કરવામાં પણ શુદ્ધાત્મચિન્તનની મુખ્યતા છે, તે ખાસ વાત છે.
ચારે અનુયોગ ભણીભણીને ફળ શું કાઢવું?–કે શુદ્ધાત્મમાં સન્મુખતા કરવી. જો શુદ્ધાત્મામાં
સન્મુખતા ન કરી તો, શાસ્ત્રઅભ્યાસનું ખરું ફળ આવ્યું નથી એટલે તે ખરેખર શાસ્ત્ર
ભણ્યો જ નથી; તેણે તો પોતાની કલ્પનાથી રાગ જ પોષ્યો છે. અહીં કહે છે કે ચરણાનુયોગ
દ્વારા પણ ભગવાને ચૈતન્યસ્વભાવનો અનુભવ કરવાનું જ બતાવ્યું છે. રાગ અને રાગની
ક્રિયાઓનું (અણુવ્રત–મહાવ્રતાદિનું) જ્ઞાન ભલે કરાવ્યું પણ મોક્ષને માટે તો તે રાગના
આચરણથી ભિન્ન એવા ચૈતન્યસ્વભાવનો જ અનુભવ કરવાનું ઉપદેશ્યું છે. એવા અનુભવ
વગરનો ચરણાનુયોગ સાચો હોય નહીં. શ્રાવકને કે મુનિને અંદર શુદ્ધાત્માની દ્રષ્ટિસહિત
ભૂમિકાપ્રમાણે રાગાદિ હોય છે, પણ તે રાગમાં ધર્મબુદ્ધિ નથી, રાગમાં કર્તૃત્વબુદ્ધિરૂપ
એકતાબુદ્ધિ નથી. જેને રાગમાં જ એકતાબુદ્ધિ છે, જે રાગને જ ધર્મ સમજી લ્યે છે તેને, રાગ
વગરનાં ધર્મીનાં આચરણ કેવા હોય તેની ખબર નથી એટલે ધર્મીનાં ચરણાનુયોગને તે
ઓળખતો નથી.
સમયસાર.......ગં્રથાધિરાજ
એવી રીતે દ્રવ્યાનુયોગ, તેમાં પણ દ્રવ્ય–ગુણ–પર્યાયના વર્ણનદ્વારા, જીવ–અજીવની
ભિન્નતા સમજાવીને શુદ્ધાત્માની દ્રષ્ટિ કરાવી છે; તેનો અભ્યાસ કરવો,–પણ કઈ રીતે? કે
સ્વલક્ષે અભ્યાસ કરવો, જુઓ. આ શ્રાવકને માટે ઉપદેશ છે એટલે કે સમયસાર આદિ
દ્રવ્યાનુયોગનો અભ્યાસ શ્રાવકોને પણ હોય છે. દ્રવ્યાનુયોગ કાંઈ એકલા મુનિઓને જ
માટે નથી. અનાદિનો–અપ્રતિબદ્ધ કે જે દેહને જ આત્મા માને છે એવા મિથ્યાદ્રષ્ટિને
સમયસાર દ્વારા સમજાવ્યો છે. ચારે અનુયોગમાં દ્રવ્યાનુયોગ તે સ્વાનુભવને માટે મુખ્ય છે
ને તેમાં પણ અત્યારે સમયસાર મુખ્ય છે. તેનો અભ્યાસ બધાએ કરવો.
જિનોપદેશ સ્વાનુભવ કરવા માટે છે; લોકરંજન માટે નહીં
સ્વાનુભવ કરાવનારો જે જિનોપદેશ, તેમાં ક્યાંય શંકા ન કરવી. જેને
મિથ્યાત્વશલ્ય મટ્યું નથી, રાગની રુચિ ગઈ નથી તે જીવ જિનેન્દ્રના ઉપદેશમાં શંકા કરે
છે. રાગનું અવલંબન છોડાવનારો જિનોપદેશ અજ્ઞાનીને રુચતો નથી કેમકે તેને રાગની
મીઠાસ છે. અનંતા જીવ, અનંતા પરમાણુ, તેનાં દ્રવ્ય–ગુણ–પર્યાયો વગેરેને જાણીને
ચિદાનંદસ્વભાવની રુચિ કરવી ને રાગની રુચિ છોડવી,–આવો જે વિતરાગી ઉપદેશ
તેમાં અજ્ઞાની શંકા કરે છે; જિનવચનમાં શંકા કરનારો તે જીવ મિથ્યાત્વશલ્યને લીધે
સંસારમાં રખડે છે. પોતાને રાગની રુચિનું શલ્ય છે એટલે વીતરાગી જિનવચન તેને
રુચતાં નથી, ને રાગથી ધર્મ મનાવનારા કુગુરુઓનું શરણ લઈને તે