Atmadharma magazine - Ank 304
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 47

background image
: ૨૬ : આત્મધર્મ : મહા : ૨૪૯પ
કરતી નથી, આંખ તો દેખે જ છે. અગ્નિની મોટી લોને જોતાં આંખ ઊની થઈ જતી
નથી. અહીં બહારની આંખનું દ્રષ્ટાંત આપીને અંતરનો જ્ઞાનસ્વભાવ સમજાવવો છે;
સિદ્ધાન્ત સમજી લ્યે તેને માટે દ્રષ્ટાંત કહેવાય, પણ દાખલાને જ પકડીને અટકી જાય
તો એકલા દાખલાથી કાંઈ પાર પડે તેવું નથી; અંદરની વસ્તુને લક્ષમાં લ્યે ત્યારે જ
સાચો ખ્યાલ આવે. આમ તો જગતમાં કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કરતું નથી,
પણ અહીં તો અત્યારે આત્માના જ્ઞાયકસ્વભાવની વાત સમજાવવી છે. જેમ આંખ
બહારના પદાર્થોથી દૂર રહીને દેખે છે પણ તેને કરતી નથી; તેમ આત્માના
જ્ઞાનસ્વભાવથી રાગ દૂર છે–ભિન્ન છે–અન્ય છે. તે રાગને કે–શરીરાદિ ક્રિયાને કરે
એવું આત્માના જ્ઞાનમાં નથી. અજ્ઞાનમાં રાગાદિનું કર્તૃત્વ છે, પણ પરનું કર્તૃત્વ તો
અજ્ઞાનમાંય નથી. અજ્ઞાની મિથ્યાબુદ્ધિથી (શકટનો ભાર જેમ શ્વાન ખેંચે–તેમ)
પરનું કર્તૃત્વ માને છે. પણ બાપુ! આંખની જેમ જ્ઞાન જગતને જાણે ખરું પણ
જગતનાં કામને કરે નહિ; આંખથી અગ્નિ સળગાવાય નહિ તેમ આત્માથી જગતનાં
કામ થાય નહિ.
જગતના બધાય પદાર્થો સ્વતંત્ર પોતપોતાની શક્તિરૂપ ઐશ્વર્યવાળા ઈશ્વર છે, તે
પોતે પોતાનાં કામ કરનાર છે, તેના અધિકારમાં વચ્ચે બીજો કોઈ ભ્રમણાથી તેનો ઈશ્વર
થવા જાય–એટલે કે તેનો કર્તા થવાનું માને તો તે મિથ્યાત્વરૂપ ભ્રમણાથી તે પોતે દુઃખી
થાય છે. અજ્ઞાની પોતામાં ભ્રમણા ભલે કરે છતાં પરનાં કામ કરી તો શક્તો નથી. અરે,
તું જ્ઞાન! જ્ઞાનમાં તો જડનાં કે રાગનાં કામ કેમ હોય? અહીં તો હજી જીવમાં પણ એના
પાંચ ભાવોનું સૂક્ષ્મ સ્વરૂપ સમજાવશે, ને તેમાંથી મોક્ષનું કારણ કયો ભાવ છે તે
બતાવશે.
* પરભાવને કરે તે ‘સાચો આત્મા’ નહિ *
ભાઈ, આવા તારા સત્ય સ્વરૂપને તું જાણ! તારું સાચું સ્વરૂપ તો જ્ઞાનમય છે,
રાગમાં કાંઈ તારુ સતપણું નથી. રાગથી લાભ માનવા જઈશ તો તારા સત્માં છેતરાઈ
જઈશ. તારા સત્માં તો જ્ઞાન–આનંદ ભર્યા છે, જાણવારૂપ જ્ઞાનભાવમાં તારી સત્તા છે.
અનંત ગુણોથી અભેદ