જ્ઞાનચેતનામય હોવાથી તે કેવળ જ્ઞાતા જ છે, એટલે શુભ–અશુભ કર્મબંધને તથા
કર્મફળને કેવળ જાણે જ છે. આ રીતે જ્ઞાનસ્વભાવમાં જ નિશ્ચલ હોવાથી
સમજાવવા આચાર્યદેવે દ્રષ્ટિનું દ્રષ્ટાંત આપ્યું. જેમ દ્રષ્ટિ એટલે કે આંખ
બાહ્યપદાર્થોને કરતી–ભોગવતી નથી; જેમ અગ્નિના સંસર્ગમાં રહેલો લોખંડનો
ગોળો પોતે ઉષ્ણ થઈને અગ્નિની ઉષ્ણતાને અનુભવે છે (એટલે કે પોતે ઉષ્ણ થાય
છે) પણ તેને જોનારી દ્રષ્ટિ (આંખ) કાંઈ ઊની થતી નથી, કેમકે તેને અગ્નિ સાથે
સંસર્ગ નથી–એકતા નથી; આ સૌને દેખાય એવું દ્રષ્ટાંત છે. તેમ–(આંખની માફક)
શુદ્ધજ્ઞાન પણ કાંઈ પરદ્રવ્યને કે રાગાદિને ભોગવતું નથી, તે જ્ઞાન રાગના સંસર્ગ
વગરનું છે. ‘શુદ્ધજ્ઞાન’ એટલે અભેદનયથી તે શુદ્ધજ્ઞાનપરિણતિરૂપે પરિણમેલો
જીવ, તે જાણનાર જ છે, કર્મોનો કર્તા–ભોક્તા નથી. અને જ્યાં કર્મોનો કર્તા–
ભોક્તા નથી ત્યાં તેને બંધન પણ ક્યાંથી થાય? માટે મુક્ત જ છે–
કરતી નથી; સોનું દેખાય માટે તેને નજીક લાવવું કે કોલસો દેખાય તેને દૂર કરવો–
એ કામ આંખનું નથી, આંખનું કામ બંનેને જોવાનું જ છે; તેમ આત્માનું જ્ઞાનચક્ષુ
પરદ્રવ્યને મેળવે નહિ, છોડે નહિ, માત્ર જાણે. અમુક વસ્તુને દેખતાં જ્ઞાન રાજી
(રાગી) થાય ને અમુક વસ્તુને દેખતાં જ્ઞાન નારાજ (દ્વેષી) થાય એવું જ્ઞાનમાં
નથી, એટલે તે રાગ–દ્વેષનું કર્તા નથી. અને જેમ કર્તા નથી તેમ તેના ફળનું
ભોક્તા પણ નથી. આવા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મા છે, તેને ઓળખીને અનુભવવો
તે ધર્મ છે.