પં. બુધજનરચિત પ્રથમ ઢાલનો ભાવાર્થ
સર્વે દ્રવ્યોમાં જે સાર છે, આત્માને હિતકાર છે એવા નિત્ય–નિરંજન
સ્વરૂપને જાણીને, અને તેને ચિત્તમાં ધારીને નમસ્કાર કરું છું.
(એ પ્રમાણે મંગલાચરણ કરીને પછી બાર પદ દ્વારા અનુક્રમે
અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર,
નિર્જરા, લોક, બોધિદુર્લભ અને સંસાર એ બાર ભાવનાનું કથન કર્યું છે.)
(૧) હે ભાઈ! તારું આયુષ્ય દિનરાત ઘટતું જાય છે, છતાં તું નિશ્ચિંત કેમ થઈ
રહ્યો છે? આ યુવાની, શરીર, લક્ષ્મી, સેવક કે સ્ત્રી–એ તો બધા પાણીના પરપોટા જેવા
ક્ષણભંગુર છે. (અનિત્યભાવના)
(૨) આયુષ્ય પૂરું થતાં એક ક્ષણ પણ વધતું નથી,–ભલે કરોડો રૂપિયા તીર્થમાં
દાન કરો. ઈન્દ્ર કે ચક્રવર્તી પણ શું કરે?–આયુષ્ય પૂર્ણ થતાં તે પણ મરે છે.(અશરણ
ભાવના)
(૩) એ પ્રમાણે સંસાર અત્યંત અસાર છે; તેમાં પોતાનો આત્મા જ સાર છે.
સંસારમાં સુખ પછી દુઃખ, ને દુઃખ પછી સુખ થયા જ કરે છે, ચાર ગતિમાં ક્યાંય સમતા
કે શાંતિ નથી. (સંસારભાવના)
(૪) અનંતકાળથી જીવ ગતિ–ગતિમાં (ચારે ગતિમાં) દુઃખ પામ્યો; ને
અનંતકાળ ચારે ગતિ રહેશે. તેમાં આત્મા એકલો છે, ચારે ગતિમાં જીવ એકલો છે ને
મોક્ષમાં પણ એકલો છે; ચેતન એક છે ને તેનામાં ગુણો અનેક વસે છે.(એકત્વભાવના)
(પ) હે જીવ! તું કોઈનો નથી, ને કોઈ તારું નથી; તારા સુખ–દુઃખ તને જ થાય
છે. માટે પરથી ભિન્ન તારા સ્વરૂપને તું અંતરમાં વિચાર, અને પરદ્રવ્યોનો મોહ છોડ.
(અન્યત્વભાવના)
(૬) હાડ–માંસથી ભરેલા આ શરીર ઉપર ચામડું મઢેલું છે; અંદર તો લોહી ને
મળમૂત્ર ભરેલા છે. એવું હોવા છતાંય તે સ્થિર તો રહેતું નથી, ચોક્કસપણે ક્ષય પામી
જાય છે; એને તજતાં જીવ મુક્તિ પામે છે. (અશુચી ભાવના)
(૭) શરીર–કુટુંબીજન વગેરેમાં હિત–અહિતબુદ્ધિરૂપ મિથ્યા પ્રવૃત્તિને તું કેમ
છોડતો નથી?–એ મિથ્યા પ્રવૃત્તિથી તો સાતા–અસાતારૂપ રોગ દેનારા પુદગલકર્મો
પરિણમે છે. (આસ્રવભાવના)
(૮) હે જીવ! તું પાંચે ઈન્દ્રિયોના વિષયો રોકીને, ચિત્તનિરોધ કરીને,
મોક્ષમાર્ગમાં લાગ...તું તારા સ્વરૂપમાં જ સહેલ કર. મફતનો ઘાણીના બળદની જેમ કેમ
ભમી રહ્યો છે? (સંવરભાવના)