પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનાં પ્રવચનો સાંભળવા તથા ધાર્મિક શિક્ષણ
ધર્મશાળા ઉપર એક માળ બનાવવાની યોજના વિચારવામાં આવી છે. જે ભાઈ–
બહેન રૂા. ૪૦૦૦/–નું દાન આપશે તેમના નામનો એક રૂમ બનાવીને તેમાં દાતાના
નામની તકતી લગાડવામાં આવશે. એક રૂમ માટે બે વ્યક્તિઓ મળીને પણ દાન
આપી શકે છે. તે ઉપરાંત નાની–નાની રકમો પણ સ્વીકારવામાં આવશે; અને એવા
દાતાઓના નામ બોર્ડ ઉપર લખવામાં આવશે. યોજનાની શરૂઆત થઈ ચૂકી છે.
પહેલા રૂમ માટે શ્રી નવનીતલાલ ચુનીલાલ જવેરી (પ્રમુખ–શ્રી દિ. જૈન સ્વા. મં.
ટ્રસ્ટ) તરફથી રૂા. ૪૦૦૦/–ચાર હજારની જાહેરાત કરવામાં આવી છે. રૂમની
માલિકી ટ્રસ્ટની રહેશે; પણ દાતાઓના સગા–સંબંધીઓ માટે ઉતરવામાં પ્રથમ
પસંદગી આપવામાં આવશે.