: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૩૭ :
વૈરાગ્ય સમાચાર:–
ગોંડલના ભાઈશ્રી ખત્રી વનમાળી કરસનજી (ભગત) તા. ૩–૧–૬૯ ના રોજ
ગોંડલ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અવારનવાર સોનગઢ આવીને લાભ લેતા હતા.
માટુંગાવાળા ઝોબાલિયા ચુનીલાલ કસ્તુરચંદના સુપુત્ર ભોગીલાલ તા. ૨૮–૧૨–
૬૮ ના રોજ પુના મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
શાંતિલાલ કસ્તુરચંદ ઝોબાલિયાના સુપુત્ર ઉગરચંદ તા. ૧૬–૧–૬૯ ના રોજ
મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેમની ઉમર આશરે ૩૬ વર્ષની હતી અને
અવારનવાર સોનગઢ આવતા.
સોનગઢમાં પોષ વદ ૧૧ ની રાતે જામનગરવાળા કસ્તુરબેન (વોરા અમૃતલાલ
દેવકરણના ધર્મપત્ની) એકાએક ૨૪ કલાકની બિમારીથી સ્વર્ગવાસ પામી ગયા. તેઓ
ઘણાં વર્ષોથી સોનગઢમાં રહીને પૂ. ગુરુદેવના સત્સંગનો લાભ લેતા હતા. દસમની રાત
સુધી તેઓ તત્ત્વચર્ચા કરતા હતા. ત્યારપછી એકાએક તેમને હેમરેજ થઈ ગયું ને
થોડીવારમાં તો બેશુદ્ધ થઈ ગયા. ૧૧ ની સાંજે ગુરુદેવ પધારેલા ત્યારે પણ બેશુદ્ધ
હતા...ને મોડી રાતે તેઓ સ્વર્ગવાસ પામી ગયા.
રાજકોટના ભાઈશ્રી મનુભાઈ એમ. છાયા તા. ૧–૧૨–૬૮ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે.
પાલેજના ભાઈશ્રી કાળીદાસ ગંભીરદાસ પોષ વદ ૧૪ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે.
સ્વર્ગસ્થ આત્માઓ દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.
પુનરાવર્તન (આ દશ પ્રશ્નોના ઉત્તર અંક ૩૦૩ માંથી મેળવી શકશો.)
(૧) જગતમાં સૌથી શ્રેષ્ઠ કોણ?
(૨) કોણ તમારા સાધર્મી? ને કોનાં તમે મિત્ર?
(૩) મોક્ષનગરીના દરવાજાનું નામ શું? ને આંધળાએ શું ભૂલ કરી?
(૪) ચાર પ્રકારનાં સુખ ક્યા? તેમાં ઉત્તમ સુખ કયું?
(પ) મરણ ટાણે કોઈને આનંદ હોઈ શકે?
(૬) આપણને મળેલા ત્રણ રત્નોનું જીવની જેમ જતન કરીએ,–એ રત્નો ક્યા?
(૭) એક પાનામાં ૧૩ મહાન દિગંબર સન્તોના નામ (મોટા અક્ષરે) છાપેલા
છે, તે ક્યા?
(૮) સૌરાષ્ટ્રમાં ત્રીજો માનસ્તંભ તૈયાર થાય છે–તે ક્યાં?
(૯) મધ (મીઠું કે કડવું?) તે ખવાય ખરું?
(૧૦) શત્રુંજય ઉપરથી ત્રણ મહાપુરુષો મોક્ષ પામ્યા–તે કોણ?