Atmadharma magazine - Ank 304
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 45 of 47

background image
: ૪૦ : આત્મધર્મ :મહા: ૨૪૯પ
બોધિદુર્લભ–અનુપ્રેક્ષા
અનંતકાળે નિગોદમાંથી નીકળીને સિદ્ધપદ–પ્રાપ્તિ સુધીની દુર્લભતાનો ક્રમ શું છે?
અને તેમાં અપૂર્વપદ ક્યા છે? તે આ સામેના ચિત્રમાં સૂચવ્યું છે. કાર્તિકસ્વામીએ
બોધિદુર્લભઅનુપ્રેક્ષામાં જે દુર્લભતાઓ બતાવી છે તે અનુસાર છહઢાળામાં કથન છે.
પ્રથમ તો નિગોદમાંથી નીકળીને પૃથ્વીકાયાદિ પ્રત્યેકમાં આવવું દુર્લભ. પછી
બેઈન્દ્રિ–ત્રીઈન્દ્રિ–ચતુરીન્દ્રિ કે અસંજ્ઞી પંચેન્દ્રિ થવું તે દુર્લભ. પછી પંચેન્દ્રિ થવું દુર્લભ.
પંચેન્દ્રિયમાંય મનુષ્ય થઈને પણ કુદેવ–કુગુુરુની સેવાથી છૂટીને સુદેવ–સુગુરુની
(પંચપરમેષ્ઠીની) સેવા દુર્લભ છે.
(આ બધું દુર્લભ હોવા છતાં અહીં સુધી તો જીવ પહોંચી ગયો છે.)
હવે સુદેવ–ગુરુની સેવા પામીને પણ સમ્યગ્દર્શન પામવું તે દુર્લભ છે;–અહીંથી
અપૂર્વ પદની શરૂઆત થાય છે. પછી રત્નત્રયરૂપ મુનિદશા પામવી દુર્લભ છે. તેનાથી
પણ કેવળજ્ઞાનરૂપ અરિહંતપદ અને સિદ્ધપદ દુર્લભ છે.
હે જીવ! નીચલા પાંચ પગથિયાં તો તું વટાવી ગયો; ને પંચપરમેષ્ઠીની સેવા
સુધી પહોંચી ગયો; હવે ખરા જરૂરી ઉપલા ચાર અપૂર્વ પગથીયાં ચડવાનો ઉદ્યમ કર.
કદાચ એક સાથે ચાર પગથિયાં ન ચડી શકાય તો એક પગથિયું તો જરૂર ચડીને
‘અપૂર્વતામાં આવી જા.’
(જૈન બાળપોથીના પ્રશ્નો (પૃ. ૮ થી ચાલુ) ]
૧૦૨ તમારે કોનાં દર્શન કરવા છે?
૧૦૩ તમારે કોની સેવા કરવી છે?
૧૦૪ તમને શું કરવાનું ગમે છે?
૧૦પ તમારે શેમાંથી છૂટવું છે?
૧૦૬ તમારે ઝટઝટ ક્યાં જવું છે?
૧૦૭ તમે રોજ ધર્મનો અભ્યાસ કરો છો કે નહીં?
૧૦૮ તમારી બા તમને ધર્મની વાર્તા કહે છે કે નહીં?
૧૦૯ તમે રોજ ભગવાનનાં દર્શન કરવા જાઓ છો કે નહીં?
૧૧૦ બાળપોથીમાં ૧૬ સ્વપ્નાનાં ચિત્રો ક્યા પાને છે?
૧૧૧ ૧૬ સ્વપ્નમાં પહેલું સ્વપ્ન કયું?
૧૧૨ જૈનઝંડામાં ચાર વાક્યો લખ્યા છે–તે ક્યા? (પાઠ ૧૬)
૧૧૩ હવે ‘જૈનધર્મની પહેલી ચોપડી વાંચવી તમને ગમશે?
૧૧૪ ‘અમે તો વીરતણા સંતાન’ એ ગીત તમને આવડે છે?
जयजिनेन्द्र