હે જીવ! અત્યંત દુર્લભ મનુષ્યપણું પામીને અપૂર્વ
એવા રત્નત્રયની આરાધનામાં તારા આત્માને જોડ.
એકેન્દ્રિયાદિક અંતગ્રીવક તક તથા અંતર ઘની,
પર્યાય પાય અનંતવાર અપૂર્વ સો નહીં, શિવધની!
સંસૃતિ–ભ્રમણત થકિત લખિ અબ દાસકી સુન લીજિયે,
સમ્યક્દરશ–વરજ્ઞાન–ચારિત–પથવિહારી કીજિયે.
સંસારભ્રમણથી થાકેલો જીવ વિચારે છે કે હે પ્રભો! આ સંસારમાં ભમતાં
એકેન્દ્રિયથી માંડીને અંતિમ ગ્રૈવેયક સુધીની તથા વચ્ચેની અનેક પર્યાયો હું અનંતવાર
પામી ચુક્યો, મારે માટે તે કોઈ પર્યાય અપૂર્વ નથી. હે મોક્ષના નેતા! હવે મને
સંસારભ્રમણથી થાકેલો જાણીને મારી પ્રાર્થના સાંભળો...અને મને ઉત્તમ સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષપથનો ‘વિહારી’ કરો.