: ૧૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
જ્ઞાનસ્વભાવ એ જ ધ્રુવ,
ને એ જ શરણ
(સોનગઢમાં વીર. સં. ૨૪૯પ માહ વદ પાંચમે સ. ગા. ૭૪ ઉપરના પ્રવચનમાંથી)
ચૈતન્યસ્વરૂપ આત્મા શાન્ત–અનાકુળ છે. તેમાં પ્રવેશ કરતાં અશાંતિ ટળે ને
શાંતિનું વેદન થાય. તે કઈ રીતે થાય? તે કહે છે.
આત્માનો જ્ઞાનસ્વભાવ ધ્રુવ સદા રહેનારો છે, અસંયોગી છે, ને દેહાદિનો સંયોગ
અધ્રુવ છે, રાગાદિ પરભાવો પણ સંયોગાશ્રિત થયેલા અધ્રુવભાવો છે, તે આત્માના
સ્વભાવ સાથે એક થઈને નથી રહ્યા, એટલે તેઓ આત્માને શરણરૂપ નથી, અશરણ ને
અધ્રુવ છે. શરણ ને ધ્રુવ તો જ્ઞાનમય પોતાનો સ્વભાવ છે.
આમ બંનેને જાણીને, અધ્રુવ એવા આસ્રવભાવોથી પાછો વળે (અર્થાત્ તેમાં
એકત્વબુદ્ધિ છોડે) અને અંતરના ધ્રુવસ્વભાવમાં વળીને અભેદ થાય છે,–આ રીતે જ્ઞાન
થતાંવેંત જ આત્મા રાગાદિ પરભાવોથી પાછો વળે છે. એટલે જ્ઞાનની ઉત્પત્તિ અને
રાગની નિવૃત્તિ–બંનેનો એક જ કાળ છે.
સર્વજ્ઞ પરમેશ્વરે દરેક આત્માને આનંદમય જોયો છે; જે રાગાદિ ભાવો છે તે તો
ચૈતન્યરત્ન ઉપરના ડાઘ છે–કલંક છે; પણ એ ડાઘ ઉપર–ઉપરનો મૂળ ચૈતન્યહીરો તેવો
નથી. આવા ચૈતન્યસ્વરૂપને દ્રષ્ટિમાં લઈને તેમાં એકાગ્ર થતાં રાગાદિ મલિનતા છૂટી
જાય છે, ને જ્ઞાનરત્નમાં નિર્મળ કિરણો પ્રગટે.–એને ભગવાન ધર્મ કહે છે.
ચૈતન્યભગવાન આત્મા જો રાગનું શરણ લેવા જાય તો તેનું જ્ઞાન હણાય છે–
અજ્ઞાન થાય છે. રાગ પોતે જ્ઞાન નથી. તે તો જ્ઞાનથી વિરુદ્ધ છે, અસ્થિર છે; તે રાગને
કાંઈ એવી ખબર નથી કે હું રાગ છું, –તે તો ખબર વગરના અચેતભાવ છે, તેનાથી
જુદું જ્ઞાન જ તેને જાણે છે કે ‘આ રાગ છે’. હું રાગ નથી, હું તો રાગને જાણનાર જ્ઞાન
છું; –આવું જે જ્ઞાન છે તે આત્મા છે; ને આવા જ્ઞાનમાં વર્તતો આત્મા તે
રાગાદિભાવોથી નિવર્તેલો છે–છૂટો પડેલો છે, આત્મા તરફ ઝુકેલું જ્ઞાન રાગ વગરનું છે.
ભાઈ! શું આત્મા પુણ્ય–પાપસ્વરૂપ છે? ના, એ તો ચેતનરૂપ છે; જેમ મોટા
ઝાડને જરાક ભાગમાં લાખ વળગી હોય ત્યાં આખું ઝાડ કાંઈ લાખરૂપ થઈ ગયું નથી.
તેમ આખો અનંતગુણથી ભરેલો ચૈતન્યવડલો, તેની સાથે ક્ષણિક રાગાદિ ભાવો
બંધાયેલા છે, પણ આખું ચૈતન્ય ઝાડ કાંઈ રાગરૂપ થઈ ગયું નથી. –આમ અંતરમાં
આત્માનો સ્વભાવ અને રાગાદિ એ બંને વચ્ચે ભિન્નતાને ઓળખે તે ક્ષણે