: ૧૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
વિવિધ વચનામૃત
સાધ્યનું સાધન ક્યાંથી મળશે?
સાધ્યનું સાધન કેવું હોય? ને તે
* આત્મા પૂર્ણ આનંદને ચાહે છે.....એટલે તે સાધ્ય છે.
* તે આનંદનું સાધન પણ આનંદરૂપ જ હોય, આનંદનું સાધન દુઃખરૂપ ન હોય.
* હવે પૂર્ણ આનંદના સાધનરૂપ જે અંશે આનંદ તે ક્યાંથી આવશે? વર્તમાન
દુઃખદશામાંથી આનંદદશા ન આવે; બહારમાંથી પણ ન આવે.
* તો ક્યાંથી આવે? કે આત્મસ્વભાવ આનંદશક્તિથી પરિપૂર્ણ છે, આવા
સ્વભાવનો સ્વીકાર કરીને તેમાં એકતારૂપ પરિણમતાં પર્યાય પણ તેના જેવી આનંદરૂપ
થવા માંડે છે.
* રાગમાં એકતાથી કે બહારમાં જોવાથી આનંદદશા થતી નથી, પણ અંતરમાં
નજર કરીને આનંદસ્વભાવમાં એકતાથી જ આનંદદશા થાય છે.
* આ રીતે નિજસ્વભાવના સેવનથી જ સાધકદશા થાય છે, ને તેના જ
સેવનથી સાધ્યદશા પ્રગટે છે. માટે સાધ્ય–સાધક બંને ભાવમાં એક જ્ઞાનાનંદસ્વરૂપ
આત્માનું જ સેવન છે.
* સાધ્ય અને સાધક એવા બંને પ્રકારમાં એક જ્ઞાન જ સેવવાયોગ્ય છે; એક
જ્ઞાનનું જ, સાધક અને સાધ્ય એવી બે પર્યાયોરૂપે પરિણમન છે; સાધ્ય અને સાધક
બંને એક જ્ઞાનરૂપ જ છે, આ રીતે સાધક અને સાધ્ય બંને ભાવો એક જાતના છે.
એટલે–
જેમ સાધ્ય રાગ વગરનું છે તેમ સાધકભાવ પણ રાગ વગરનો જ છે.