: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૧૯ :
શુભરાગ સાધક થઈને જ્ઞાનને સાધે એમ બની શકતું નથી, કેમકે બંનેની જાત
જુદી છે.
માટે હે જીવ! શુદ્ધ સાધ્યની જાતનો સાધક ભાવ પ્રગટ કરીને તું તારા આત્માને
સાધ, સ્વભાવથી ભિન્ન બીજા સાધનને ન શોધ.
* * *
દિલ્હીના એક મુમુક્ષુભાઈના પ્રશ્નોના ઉત્તર:
* ધ્યાનચ્યુત અવસ્થામાં પણ ધર્મીને જેટલી શુદ્ધી અને વીતરાગતા છે તેટલું જ
સુખ અને ધર્મ છે. જેટલો રાગ છે તેટલું બંધન અને દુઃખ છે. –આ જૈન સિદ્ધાંતનો
નિયમ છે.
મુનિરાજને ઉપદેશ–વિહાર–આહારાદિ ક્રિયા થતી વખતે પણ વચ્ચે વચ્ચે
વારંવાર ધ્યાનદશા (સાતમું ગુણસ્થાન) થયા કરે છે. મુનિની અંતરદશાનું અનુમાન
આ ઉપરથી થઈ શકશે કે–તેમને ૨૪ કલાકમાંથી ત્રીજોભાગ (આઠ કલાક) તો
નિયમથી નિર્વિકલ્પધ્યાનમાં જ વીતે છે. કેવી મહાન છે મુનિદશા!–એ તો જાણે નાનકડા
કેવળી! (षट्खंडागम માં આ વાત પ્રસિદ્ધ છે.)
* જીવને મોહરહિત જે ઉદય હોય છે તે બંધનું કારણ જરાપણ થતો નથી, તેની
નિર્જરા જ થઈ જાય છે. માટે બંધનું કારણ ઉદય નથી પણ બંધનું કારણ મોહ છે.
પ્રશ્ન:– આ કાળ હલકો છે માટે ઉત્કૃષ્ટ અધ્યાત્મના ઉપદેશની મુખ્યતા કરવી
યોગ્ય નથી.
ઉત્તર:– આ કાળ સાક્ષાત્ મોક્ષ થવાની અપેક્ષાએ હલકો છે (અર્થાત્ સાક્ષાત્
મોક્ષ આ કાળે અહીંના જીવોને ભલે નથી) પણ આત્મઅનુભવનાદિ વડે સમ્યક્ત્વાદિ
હોવાની આ કાળમાં મના નથી,–તે તો આ કાળે પણ થઈ શકે છે. માટે
આત્માનુભવનાદિ અર્થે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો.
સૂર્ય અને વાદળા
મધ્યાહ્નના પૂર્ણ તેજે સૂર્ય પ્રકાશતો હોય, ત્યાં નીચેથી અનેક વાદળાંઓ
અવરજવર કરતા હોય. નીચેથી જોનારને એમ લાગે કે વાદળા સૂર્યને ઢાંકે છે! પણ નહિ
વાદળાથી ઊંચે સૂર્ય તો એવો ને એવો પ્રકાશી રહ્યો છે. વાદળા આવે ને જાય તેથી કાંઈ
સૂર્યનો પ્રકાશ સ્વભાવ ઢંકાઈ જતો નથી.