: ૨૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
તેમ હું તો જ્ઞાનસૂર્ય છું, સુખ–દુઃખના સંયોગ–વિયોગરૂપી વાદળા આવે ને જાય,
પણ તેથી શું જ્ઞાનસૂર્ય ઢંકાઈ જાય છે?–નહિ! એ વાદળા તો ક્ષણમાં ચાલ્યા જશે, ને હું
જ્ઞાનસૂર્ય મારા ચૈતન્યતેજે ચમકતો જ રહીશ. સુખ–દુઃખના વાદળા વડે મારી ચૈતન્યતા
કદી ઢંકાશે નહિ.
* સિદ્ધના સાધર્મી કેમ થવાય?
* સિદ્ધ જેવા પોતાના આત્માનું સ્વસંવેદન કરવાથી સિદ્ધના સાધર્મી થવાય છે.
* પર સાથે એકતાનો મોહ કેમ છૂટે?
* ચૈતન્યસ્વરૂપ પોતાના આત્માને લક્ષમાં લઈને અનુભવ કરતાં જ પર સાથે
એકતાનો મોહ છૂટી જાય છે.
* વ્યવહારને તમે માનો છો?
YES
* વ્યવહારના આશ્રયે તમે ધર્મ માનો છો?
No
જીવનું સાચું જીવન
જેણે જીવની શુદ્ધ ચૈતન્યસત્તાનો સ્વીકાર ન કર્યો ને
બીજા વડે તેનું જીવન (તેનું ટકવું) માન્યું તેણે જીવના
સ્વાધીન જીવનને હણી નાંખ્યું, પોતે જ પોતાનું ભાવમરણ કર્યું.
તેને અનંત શક્તિવાળું સ્વાધીન જીવન બતાવીને ‘અનેકાન્ત’
વડે આચાર્યદેવ સાચું જીવન આપે છે. ‘ભાવમરણો’ ટાળવા
માટે કરુણા કરીને અનંત આત્મશક્તિરૂપી સંજીવની સંતોએ
આપી છે, –જેના વડે અવિનાશી સિદ્ધપદ પમાય છે. એ જીવનું
સાચું જીવન છે, તે સુખી જીવન છે.
સિદ્ધભગવંતો સુખી જીવન જીવી રહ્યા છે; તેના સાધક–
સંતો પણ સુખી જીવન જીવી રહ્યા છે. ચૈતન્યસત્તાની અનુભૂતિ
આત્માને સુખી જીવન જીવાડે છે.