Atmadharma magazine - Ank 306
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 44

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૧૯ :
વિષયરૂપ છે. ભાવના કહો, શુદ્ધચૈતન્યપરિણામ કહો, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કહો,
ઉપશમાદિ ભાવ કહો, કે મોક્ષમાર્ગ વગેરે નામ કહો, તે બધા એકપર્યાયને જ લાગુ પડે છે.
તે પર્યાયે અંતર્મુખ થઈને પોતાના પરમસ્વભાવનું અવલંબન લીધું છે, તે શુદ્ધાત્મઅભિમુખ
થઈ છે. જીવની આવી દશા થાય ત્યારે તે મોક્ષમાર્ગમાં આવ્યો કહેવાય.
અહો, આ તો જૈનધર્મના સ્યાદ્વાદની સુગંધ છે. શુદ્ધદ્રવ્યની ભાવના વડે શુદ્ધપર્યાય
થઈ, એટલે દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેય રાગરહિત શુદ્ધ થયા. પરમાત્માની ભાવનારૂપ જે
ભાવ છે તેના વડે ચૈતન્ય પરમેશ્વરના દરબારમાં પ્રવેશાય છે; તે ભાવનામાં નિશ્ચયરત્નત્રય
સમાઈ જાય છે, પણ રાગનો પ્રવેશ નથી. ભાઈ, તારી મોક્ષપર્યાયનું કારણ દેહાદિ પરમાં તો
નહીં, રાગાદિ ઉદયભાવમાં પણ નહીં, ધુ્રવસ્વભાવની સન્મુખ જોયે મોક્ષમાર્ગ પ્રગટે છતાં
ધુ્રવસ્વભાવ પોતે મોક્ષના કારણરૂપ થતો નથી, મોક્ષના કારણરૂપ ભાવનાપરિણતિ છે.
ઉત્પાદ–વિનાશ વગરનો, બંધ મોક્ષ વગરનો, પરમઆનંદથી ભરેલો જે સહજ પારિણામિક
પરમભાવ છે તેમાં પર્યાય એકાકાર થતાં અતીન્દ્રિય આનંદનું ઝરણું વહે છે. આવા
નિજસ્વરૂપને ભાવવું–અનુભવવું–તેમાં પરિણમવું તે મોક્ષની સાચી ભાવના છે. આવી
ભાવના વડે ભવનો અભાવ થાય છે.
અરે જીવ! તારા આવા ઉત્તમ તત્ત્વની ભાવના તો કર, આવા તત્ત્વના અનુભવની
તો શી વાત! –એના વિચાર કરે તોપણ શરીર ને રોગ બધું ભૂલાઈ જાય તેવું છે. શરીરની
સંભાળ (મમતા) આડે આત્માને ભૂલી રહ્યો છો, તેને બદલે શરીરને ભૂલીને આત્માની
સંભાળ કરને! શરીર ક્્યાં તારું સાચવ્યું સચવાય છે? તું ગમે તેટલી એની સંભાળ કર
છતાં એ તો કાળે છૂટી જવાનું છે. તેની મમતા કરીને મફતનો તું દુઃખી થઈશ. ક્્યાં
મૃતકકલેવર શરીર, ને ક્્યાં આનંદથી ભરેલો આત્મા! બંને જરાક એકક્ષેત્રે રહ્યા ત્યાં તો
આત્મા પોતાને ભૂલીને શરીરરૂપે જ માની બેઠો. બાપુ! તું શરીર નથી, તું તો અરૂપી
આનંદઘન છો......જાણનારો જાગતો ભાવ તે જ તું છો. –આવા આત્માને લક્ષમાં લે.
આત્માના પાંચ ભાવોમાં કયા ભાવો મોક્ષનું કારણ છે તેનું આ વર્ણન ચાલે છે.
સ્વભાવની ભાવનાથી પ્રગટેલો ઔપશમિકાદિ ત્રણભાવો મોક્ષનું કારણ છે, ને તે ત્રણે
ભાવો રાગરહિત છે એટલે રાગને (ઔદયિકભાવને) મોક્ષકારણમાં ન લેવો; આ રીતે
અસ્તિ–નાસ્તિરૂપ અનેકાંતથી મોક્ષમાર્ગનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. આવા મોક્ષમાર્ગની શરૂઆત
ચોથા ગુણસ્થાનમાં થઈ ગઈ છે. રાગરહિત એવો ઉપશમાદિભાવ, એટલે કે શુદ્ધઆત્માનું
અવલંબન ચોથા ગુણસ્થાનથી શરૂ થઈ જાય છે. જેટલું શુદ્ધાત્માનું અવલંબન તેટલી શુદ્ધતા
છે, ને તે શુદ્ધતાનાં જ ઉપશમાદિ નામો છે,