: ૩૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
રણાસણ (ગુજરાત) માં પંચકલ્યાણક પ્રતિષ્ઠા–મહોત્સવ
* ગુજરાતમાં ગાજેલા જૈનશાસનના જયજયકાર*
ફાગણ સુદ ૧૧ નો મંગલદિન.....સવારમાં જિનેન્દ્ર ભગવાનને પ્રતિષ્ઠામંડપમાં
બિરાજમાન કરીને, શાંતિજાપ વગેરે વિધિનો પ્રારંભ થયો; અને ગુરુદેવ પધારતાં ભવ્ય
સ્વાગત થયું. પૂ. ગુરુદેવનું ભવ્યસ્વાગત અતિશય શોભતું હતું. શરૂમાં ચાર હાથી ઉપર
ધર્મધ્વજ ફરકતા હતા. સ્વાગતનો રથ સુંદર હતો. ઈન્દોરના પં. શ્રી બંસીધરજી
સિદ્ધાંતશાસ્ત્રી, વારાણસીનાં પં. શ્રી કૈલાસચંદજી સિદ્ધાંતશાસ્ત્રી તેમજ પ્રતિષ્ઠાચાર્ય પં. શ્રી
નાથુલાલજી શાસ્ત્રી વગેરે વિદ્વાનો પણ આ ઉત્સવ પ્રસંગે આવી પહોંચ્યા હતા. ગુરુદેવના
મંગલપ્રવચન બાદ આદિનાથનગર (પ્રતિષ્ઠામંડપ) માં જૈનઝંડારોપણ થયું હતું.
આ મંગલ ધર્મોત્સવપ્રસંગે રણાસણ ગામ જ જાણે આખું બદલાઈ ગયું હોય–એમ તેની
નવરચના થઈ ગઈ હતી. રસ્તાઓ નવા, પ્રકાશ અને પાણીની વ્યવસ્થા નવી, મંડપની રચના ખૂબ
જ આકર્ષક અને ચારે બાજુ ધરસેનદ્વાર, કુંદકુંદદ્વારા, ટોડરમલ્લજીદ્વાર, વગેરેથી શોભતી ડેરાતંબુની
વસ્તી હતી; ભગવાન આદિનાથના જન્મની પૂર્વ તૈયારીરૂપે રચાયેલી આ આદિનાથનગરીના
આંગણે ચાર હાથી ઝૂલતા હતા, મંગલવાજાં વાગતા હતા, રથ જેવી સુંદર ગાડીઓ શોભતી હતી.
અને એ બધુંય જેને લીધે શોભતું હતું એવા ગુરુદેવની વાણીવડે જિનમાર્ગના ઉપદેશની અમૃતધારા
સવાર–બપોર વહેતી હતી.....હજારો જીવો એ અમૃતનું પાન કરતા હતા.
ફાગણ સુદ ૧૨ ની સવારમાં નાંદીવિધાન અને ઈન્દ્રપ્રતિષ્ઠા થઈ; જેમાં ૧૬ ઈન્દ્રો
હતા. સૌધર્મેન્દ્ર તરીકે ગાંધી છોટાલાલ વીરચંદ (રણાસણ) તથા ઐશાનેન્દ્ર તરીકે શાહ
સોમચંદ પુનમચંદ (રણાસણ) હતા; માતા–પિતાની સ્થાપનાનું સૌભાગ્ય શેઠશ્રી મીઠાલાલ
જગજીવનદાસ (સોનાસણ) તથા ચુનીબેનને પ્રાપ્ત થયું હતું. ગુરુદેવનો ઉપકાર પ્રસિદ્ધ
કરીને અને તેમના મંગલઆશીષ લઈને ઈન્દ્રોનું સરઘસ જિનપૂજન માટે ચાલ્યું. નગરજનો
આશ્ચર્યથી ઈન્દ્રસવારી નીહાળી રહ્યા. ઈન્દ્રોએ આવીને ૬૪ ઋદ્ધિધારી મુનિવરોનું પૂજનકર્યું.
રણાસણ (તલોદથી પંદર માઈલ દૂર આવેલું) તદ્ન નાનું જુનું ગામ છે, જ્યાં રેલ્વે
સ્ટેશન પણ નથી, અને આખા ગામની વસ્તી બે હજાર જેટલી છે; તેમાં જૈનોના દસેક ઘર
છે, –જેમાં દિગંબર જૈનોના ઘર પાંચ–છ છે. અહીં એક પ્રાચીન દિગંબર જૈનમંદિર હતું પણ
તે જીર્ણ થઈ ગયું હોવાથી તેને બદલે નવું જ જિન મંદિર બંધાવ્યું છે. માત્ર પાંચ ઘરની
વસ્તી છતાં, લગભગ ડોઢ લાખ રૂા. ના ખર્ચે