બેઠો. અને તેની જ ઉપલબ્ધિમાં રોકાઈ ગયો. કેમકે જેને પોતાનું માને તેની જ
ઉપલબ્ધિમાં રોકાય. જ્ઞાની તો જાણે છે કે મારે માટે સદા રહેનાર એવો મારો શુદ્ધઆત્મા
જ ધુ્રવ છે, ને તેથી તે જ અનુભવમાં લેવા યોગ્ય છે. શુદ્ધ ઉપયોગરૂપે પરિણમેલો એવો
મારો ધુ્રવઆત્મા જ મારે અનુભવવા યોગ્ય છે, એના સિવાયનું બીજું બધું મારામાં
અસત્ છે. સંયોગરૂપે તે ભલે હો, પણ હું તેને મારાપણે જરા પણ અનુભવતો નથી.
આ આત્માને માટે ધુ્રવ નથી. સંયોગો તો બધા અધુ્રવ છે, ને પરતઃસિદ્ધ છે. કેમકે
કર્મોદય વગેરે બાહ્ય કારણો વડે સંયોગ આવે છે, તે કાંઈ આત્મા સાથે કાયમ રહેનારા
નથી એટલે ધુ્રવ નથી. શુદ્ધ આત્મા જ ધુ્રવ છે, ને તેથી તે જ ઉપલબ્ધ કરવા યોગ્ય છે, તે
જ શ્રદ્ધા–જ્ઞાન–રમણતા કરવા યોગ્ય છે. અધુ્રવ એવા અન્ય સંયોગથી શું પ્રયોજન છે?
જુઓ, અહીં સંયોગને અધુ્રવ કહેતાં તેમાં પાપ અને પુણ્ય બંનેનું ફળ આવી ગયું,
પુણ્યનું ફળ પણ અધુ્રવ છે. સમવસરણનો સંયોગ પણ આત્માને માટે અધુ્રવ છે. તેના
આશ્રયે કલ્યાણ થતું નથી. પોતાના ધુ્રવ આત્માના આશ્રયે જ કલ્યાણ થાય છે, કેમકે તે
શુદ્ધ છે.
એકત્વને લીધે આત્માને શુદ્ધતા છે ને શુદ્ધતા હોવાથી ધુ્રવતા છે, ધુ્રવતા હોવાથી તે જ
આશ્રય કરવા યોગ્ય છે. તેના જ આશ્રયે પરમ સુખનો અનુભવ થાય છે.