Atmadharma magazine - Ank 308a
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 44

background image
: ૪ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
*એકપણાને કારણે શુદ્ધ કહ્યો.
* હવે તે એકપણું પાંચ બોલથી બતાવે છે–
૧– જ્ઞાનાત્મકપણાને લીધે,
૨– દર્શનભૂતપણાને લીધે,
૩– અતીન્દ્રિય મહા પદાર્થપણાને લીધે,
૪– અચળપણાને લીધે, અને
પ– નિરાલંબનપણાને લીધે આત્માને એકપણું છે.
જુઓ, આ પાંચબોલથી આત્માનું એકપણું બતાવ્યું. આત્માને આવું એકપણું
હોવાથી શુદ્ધપણું છે, શુદ્ધપણું હોવાથી ધુ્રવપણું છે, ધુ્રવપણું હોવાથી તે આશ્રય લેવા યોગ્ય
છે–અનુભવ કરવાયોગ્ય છે; તેના અનુભવથી મોહનો ક્ષય થઈને વીતરાગી પરમ સુખ
થાય છે–જુઓ, આ મોક્ષની રીત!
* જ્ઞાનદર્શન સ્વરૂપ આ આત્માને, જેઓ જ્ઞાન સાથે તન્મય નથી એવા પર
દ્રવ્યોથી વિભાગ છે–જુદાઈ છે, અને જ્ઞાનાદિ સ્વધર્મોથી અવિભાગ છે–એકતા છે, તેથી
તેને એકપણું છે. પરથી ભિન્નતા ને સ્વમાં એકતા–આવા આત્માને શુદ્ધતા છે, ને તે જ
ધુ્રવપણે ઉપાદેય છે.
* પાંચ ઈન્દ્રિયો વડે તો સ્પર્શાદિ એકેક વિષયોનું ગ્રહણ થાય છે, ઈન્દ્રિયો
આત્માનું સ્વ–રૂપ નથી; તે ઈન્દ્રિયોથી પાર આત્મા પોતાની મહાન ચૈતન્યશક્તિ વડે
એક સાથે સમસ્ત પદાર્થોને જાણનારો મહાન પદાર્થ છે. આવો એક સત્ મહાન ચૈતન્ય
પદાર્થ હોવાથી તેને જડ ઈન્દ્રિયોથી જુદાઈ છે, ને જ્ઞાનરૂપ સ્વધર્મથી એકતા છે.–આ
રીતે આત્માને એકપણું છે. અને આવા એકપણાના અનુભવથી શુદ્ધઆત્માનો અનુભવ
થાય છે.
* જ્ઞેયરૂપ પર્યાયો ક્ષણે ક્ષણે વિનાશ પામે છે, તે ક્ષણિક જ્ઞેય પર્યાયોને આત્મા
જાણે છે પણ તેમને તે ગ્રહતો કે છોડતો નથી, તે તો જ્ઞેયોથી ભિન્ન પોતાના જ્ઞાનમાં જ
તન્મયપણે અચળ રહે છે; આ રીતે પરજ્ઞેયોથી ભિન્નતા અને જ્ઞાનરૂપ સ્વધર્મોથી
અભિન્ન હોવાથી આત્માને એકપણું છે. અનેક જ્ઞેયોને જાણતાં પોતે તે જ્ઞેયોના પ્રવાહમાં
તણાઈ જતો નથી, જ્ઞેયોને જાણતાં તેમાં તે ભળી જતો નથી, તે તો પોતાના
જ્ઞાનપ્રવાહમાં જ એકપણે વર્તે છે. આવા એકપણાને લીધે આત્માને શુદ્ધપણું છે.