Atmadharma magazine - Ank 309
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 42

background image
: ૨૮ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
હું કોણ છું? ...
****************************************************
હે જીવ! તું વિચાર તો કર... કે તું કોણ છે ને
તારું સાચું સ્વરૂપ શું છે? શું આ શરીર–પુદ્ગલનું ઢીંગલું
તે તું છો? –ના; તું તો ઉપયોગસ્વરૂપ છો. એવા તારા
સ્વરૂપને તું ઓળખ. ચાર ગતિનાં ઘોર દુઃખોથી જેને
છૂટવું હોય તેણે અંદર વિચાર કરીને ઉપયોગસ્વરૂપ
આત્મા હું છું એમ ઓળખવું જોઈએ.
****************************************************
હું કોણ છું અને મારું સાચું સ્વરૂપ શું છે એની સાચી ઓળખાણ જીવે કદી કરી
નથી. અનાદિથી પોતાના જીવસ્વભાવને ભૂલ્યો છે; તે ભૂલ ઉપરાંત કુદેવાદિની માન્યતા
ગ્રહણ કરે છે તે ગૃહીતમિથ્યાત્વ છે. ગૃહીતમિથ્યાત્વ તો જીવે કોઈકવાર ટાળ્‌યું પણ
અગૃહીતમિથ્યાત્વ તેણે પૂર્વે કદી ટાળ્‌યું નથી. ત્યાગી થયો ને શુભભાવ કરીને સ્વર્ગે ગયો
ત્યારે પણ તે શુભરાગમાં ધર્મ માનીને તેના જ અનુભવમાં અટકી ગયો, તેનાથી જુદા
ચેતનરૂપ આત્માનો અનુભવ ન કર્યો તેથી અગૃહીતમિથ્યાત્વ તો ટળ્‌યું નહિ. કુદેવાદિના
સેવનરૂપ ગૃહીતમિથ્યાત્વ તો છોડયું, સાચા દેવ–ગુરુને તો માન્યા, કેમકે તે વગર નવમી
ગ્રૈવેયક સુધી જાય નહિ; એ રીતે ગૃહીતમિથ્યાત્વ છોડવા છતાં ઉપયોગસ્વરૂપ શુદ્ધાત્માની
શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન પ્રગટ ન કર્યું તેથી તેનું મિથ્યાત્વ ન છૂટયું ને સંસારભ્રમણ ન
મટયું; તેથી અહીં જીવાદિનું યથાર્થ સ્વરૂપ જાણીને મિથ્યાત્વ સર્વથા છોડવાનો ઉપદેશ
આપે છે.
આત્મા કેવો છે? સર્વજ્ઞ ભગવાને આત્મા જ્ઞાનઆનંદરૂપ જોયો છે, દેહથી ભિન્ન
જોયો છે. આવા આત્માને જાણીને દેહ સાથેની એકતાબુદ્ધિ છોડ. આત્માના સ્વભાવમાં
દુઃખ નથી. આત્મા તો જ્ઞાન–આનંદ ને શાંતિથી ભરેલો છે. દેહ તો રૂપી છે, આત્મા
અરૂપી છે. ‘વિનમૂરતી’ એટલે રૂપીપણા વગરનો, અને ‘ચિન્મૂરતિ’ એટલે ચૈતન્ય
સ્વરૂપ, –આવો આત્મા છે.