: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૨૯ :
કર્મ અને શરીર અજીવ છે, પુણ્ય–પાપ તે આસ્રવ છે; તેને પોતાના માનવા કે
તેવા સ્વરૂપે જીવ માનવો–એ તો ભગવાનના ઉપદેશથી વિપરીત માન્યતા છે એટલે કે
મિથ્યાશ્રદ્ધા છે. અનંતા સર્વજ્ઞ કેવળીભગવંતો થયા, સીમંધરનાથ વગેરે તીર્થંકર
ભગવંતો વિદેહક્ષેત્રમાં (મનુષ્ય લોકમાં) સર્વજ્ઞપણે અત્યારે બિરાજી રહ્યા છે, ત્યાં
લાખો કેવળીભગવંતો પણ બિરાજે છે; તે બધા ભગવંતોએ ઉપયોગરૂપ આત્મા જોયો
છે, –જડરૂપ કે રાગરૂપ નથી જોયો. ઉપયોગરૂપ આત્મા ભગવાને જોયો છે ને તેવો જ
ઉપદેશ્યો છે. આવા આત્માને દેહથી ભિન્ન જાણીને વિપરીત માન્યતા છોડો.
પ્રયોજનભૂત છે એટલે કે તેમનું જ્ઞાન કરવું તે પ્રયોજનભૂત છે. કાંઈ અજીવ કે
આસ્રવબંધ પ્રયોજનભૂત નથી પણ તેને છોડવા માટે તેની ઓળખાણ કરવી તે
પ્રયોજનભૂત છે. ઓળખ્યા વગર તેને છોડશે કેવી રીતે? ઘરમાં કોઈ દુશ્મન પ્રવેશી ગયો
હોય, તેને ઓળખે નહિ ને મિત્ર તરીકે માને –તો તે તેને ક્્યાંથી છોડશે? તેમ રાગાદિ
આસ્રવો કે જે શત્રુ જેવા છે, તેને જે મિત્ર માને (–તેનાથી ધર્મ માને) તે તેને ક્્યાંથી
છોડશે? માટે બધા તત્ત્વોને જેમ છે તેમ બરાબર જાણો તો જ તેની સાચી શ્રદ્ધા થાય, ને
ભૂલ મટે. ભૂલ મટે એટલે દુઃખ મટે. માટે દુઃખથી છૂટીને સુખી થવું હોય તેણે આ
જીવાદિ સાતતત્ત્વોનું સ્વરૂપ ઓળખવું. શુદ્ધદ્રષ્ટિથી તેમાં શુદ્ધજીવ જ ઉપાદેય છે. અજીવ
તો ભિન્ન છે; આસ્રવ ને બંધ તે દુઃખનાં કારણો છે; સંવર–નિર્જરા તે સુખનાં કારણો છે;
ને મોક્ષ પૂર્ણ સુખરૂપ છે.
જીવ કેવો છે? ચેતન છે. ચેતનનું એટલે કે જીવનું રૂપ તો ઉપયોગ છે. જીવ
ચેતનરૂપ સુખથી ભરેલો છે; અજીવમાં જ્ઞાન કે સુખ–દુઃખ નથી. જીવ જ જ્ઞાનવડે સ્વ–
પરને જાણે છે ને પોતાના સુખને વેદે છે. જગતમાં જેને બીજા કોઈની ઉપમા લાગુ પડતી
નથી એનું અનુપમ જીવતત્ત્વ ઉપયોગરૂપ છે. આવા નિજતત્ત્વને ઓળખ્યા વગર જીવ
દુઃખ પામ્યો; તેને ઓળખે ત્યારે મિથ્યાત્વ મટે ને દુઃખ છૂટે. ‘હું ઉપયોગસ્વરૂપ જીવ છું’
એવા અનુભવ વગર દેહબુદ્ધિ મટે નહીં, ને સુખ થાય નહીં.
શાસ્ત્રકારોએ ઉપયોગલક્ષણથી આત્માનું સ્વરૂપ ઓળખાવ્યું છે. અહીં
છહઢાળામાં કહ્યું કે–
‘ચેતનકો હૈ ઉપયોગ રૂપ, વિનમૂરતિ ચિન્મૂરતિ અનૂપ.’
સમયસારમાં કુંદકુંદસ્વામીએ કહ્યું છે કે–