: ૩૦ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
‘હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન–દર્શનમય ખરે.’
સર્વજ્ઞજ્ઞાન વિષે સદા ઉપયોગલક્ષણ જીવ છે.’
સમયસાર–નાટકમાં પં. બનારસીદાસ કહે છે કે–
‘चेतनरूप अनूप अमूरत सिद्धसमान सदा पद मेरो.’
આત્મસિદ્ધિમાં શ્રીમદ્રાજચંદ્રજી કહે છે કે–
‘શુદ્ધ–બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ. ’
–આમ સર્વજ્ઞભગવાને જોયેલું જીવનું યથાર્થસ્વરૂપ સન્તોએ જાતે અનુભવીને
શાસ્ત્રોમાં બતાવું છે; તે પ્રમાણે બરાબર ઓળખવું જોઈએ,
નવતત્ત્વોમાં ચેતનરૂપ જીવ;
ચેતના વગરનાં પુદ્ગલ વગેરે પાંચ દ્રવ્યો અજીવ;
મિથ્યાત્વ અને રાગ–દ્વેષના ભાવો–જેના વડે કર્મો આવે ને બંધાય તે આસ્રવ
તથા બંધ;
સમ્યગ્દર્શનપૂર્વક શુદ્ધ આત્માનું ભાન અને તેમાં લીનતા વડે શુદ્ધતા થતાં નવાં
કર્મો અટકે ને જુનાં ખરે તે સંવર–નિર્જરા;
અને સંપૂર્ણ સુખરૂપ, તથા કર્મના સર્વથા અભાવરૂપ મોક્ષ છે.
–આવા તત્ત્વોને ઓળખે ત્યારે મિથ્યાત્વ ટળે છે. તેથી પોતાના હિત માટે સાત
તત્ત્વોનું જ્ઞાન ઉપયોગી છે, જરૂરનું છે. તત્ત્વને જાણે નહિ ને ધર્મ કરવા માંગે તો થાય
નહિ. માટે તે તત્ત્વોને જાણીને તે સંબંધમાં વિપરીતતા ટાળવી જોઈએ.
સર્વજ્ઞદેવે જીવ સદા ઉપયોગ લક્ષણરૂપ જોયો છે. આત્માનું સ્વરૂપ તો ઉપયોગ
છે. આવો ઉપયોગસ્વરૂપ શુદ્ધઆત્મા પોતાના જ્ઞાનમાં ભાસ્યા વગર જીવ ક્્યાંક ને
ક્્યાંક તત્ત્વની ભૂલ કર્યાં વગર રહે નહિ. ને ભૂલ હોય ત્યાં દુઃખ હોય. મિથ્યાશ્રદ્ધાજ્ઞાન–
ચારિત્ર તે દુઃખરૂપ છે ને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે સુખરૂપ છે.
જીવ પોતે કેવો છે તે જાણ્યા વગર પોતામાં ઠરશે કેવી રીતે?
અજીવને અજીવ જાણ્યા વગર તેનાથી જુદો કેવી રીતે પડશે?