ભિન્નતા જાણવી. –આમ જાણે ત્યારે તત્ત્વોને જાણ્યા કહેવાય. પણ શરીરને કે રાગને
આત્માનું સ્વરૂપ માને તો તેણે તત્ત્વોને જાણ્યા નથી. જીવ અને અજીવ એ બે મૂળ તત્ત્વો
છે, ને બાકીનાં તત્ત્વો તે તેની અશુદ્ધ કે શુદ્ધ પર્યાયો છે. આ સાત તત્ત્વોને ઓળખે તો
તેમાં અજીવથી પોતાની ભિન્નતા જાણીને, પોતાને ઉપયોગસ્વરૂપ જાણે, એટલે અજીવ
સાથે એકતાબુદ્ધિ છોડીને શુદ્ધ જીવસ્વભાવનો આશ્રય કરતાં મિથ્યાત્વાદિ આસ્રવ–બંધ
ટળે છે ને સમ્યક્ત્વાદિરૂપ સંવર–નિર્જરા–મોક્ષદશા પ્રગટે છે. માટે સાત તત્ત્વોને જાણવા
ખાસ જરૂરના છે. અરે, અત્યારે તો લોકોમાં સાત તત્ત્વોનું જ્ઞાન ભૂલાઈ ગયું છે.
અનાદિથી જીવે સાત તત્ત્વોને સરખા જાણ્યા નથી. આ તો વીતરાગવાણીમાં મુળ મૂદની
વાત છે. સાત તત્ત્વોમાં હું ઉપયોગસ્વરૂપ જીવ છું–એમ ઓળખવું, –જેથી મિથ્યાત્વ ટળે
ને સમ્યક્ત્વ થાય.
ઉપયોગસ્વરૂપ આત્મા હું છું એમ ઓળખવું જોઈએ. શાસ્ત્રકારોએ કરુણા કરીને તે
સ્વરૂપ સમજાવ્યું છે.
પ્રમાણે વાંચવું કે ‘જયાં મેરુ પર્વતની ટોચ છે ત્યાં પહેલા સ્વર્ગનું તળીયું
છે, બંને વચ્ચે મા
આભાર! )