: ૩૪ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
* ‘આત્મધર્મ’ એટલે શું?
આત્મધર્મ એટલે આત્માનો સ્વભાવ; આત્મા ઉપયોગસ્વરૂપ છે તે
ઉપયોગનું શુદ્ધ ઉપયોગરૂપે રહેવું તેનું નામ ધર્મ; અથવા સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર તે આત્માનો ધર્મ.
* સમ્યગ્દર્શન એટલે શું?
સમ્યક્દર્શન એટલે સાચું દર્શન; આત્માનું જેવું સ્વરૂપ છે તેવું દેખવું
(શ્રદ્ધવું) તે આત્માનું સમ્યક્દર્શન છે; અને તે જ ધર્મનું મૂળ છે, કેમકે સાચું
સ્વરૂપ દેખે તો જ તેને સાધી શકે.
* તીર્થંકર એટલે શું?
તીર્થને જે કરે તે તીર્થંકર, તીર્થ એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
મોક્ષમાર્ગ; તે પોતામાં જે પ્રગટ કરે તેણે પોતાના આત્મામાં તીર્થની રચના કરી.
અને વિશિષ્ટ પુણ્યપ્રકૃતિવડે એવા રત્નત્રયરૂપ ધર્મતીર્થનો ઉપદેશ દેનારા
ઋષભદેવાદિ ભગવંતો તે તીર્થંકરો છે. પરમાર્થે પોતાના આત્મામાં રત્નત્રયરૂપ
તીર્થનો કર્તા આત્મા પોતે જ છે.
* આત્મધર્મમાં પુરાણકથાઓ આવે છે તેમાં અનેક જીવોના આવતા ભવો વિષે લખ્યું
હોય છે તો તેની કેવી રીતે ખબર પડી?
ભાઈ, પુરાણશાસ્ત્રો ગણધર ભગવંતોની પરંપરાથી ચાલ્યા આવે છે.
ભગવાન ત્રણકાળને જાણનારા હતા; અનેક સંત–મુનિઓ પણ પોતાની વિશેષ
જ્ઞાન–શક્તિથી ભૂતકાળ ને ભવિષ્યકાળની વાત જાણી શકતા. એ બધું પુરાણોમાં
વર્ણવ્યું છે, ને તેના આધારે જ કથાઓ લખાય છે.
* હું આવતા ભવમાં શું થઈશ?
તમે જીવ છો, ને જીવ જ રહેશો. બાકી ધર્મમાં જે જીવો રસ લેતા હોય તે
જીવો માટે અનુમાન કરી શકાય કે આવતા ભવમાં તે દેવલોકમાં જશે.