*
સતી ચંદનબાળાની કથા અમારે વાંચવી છે–એમ એક બહેન લખે છે.
તેમને જણાવવાનું કે હજી આપણે તે પુસ્તક છપાવ્યું નથી પરંતુ આવતા
અંકમાં ચંદનબાળાની ટૂંકી કથા આપીશું.
* રત્નચિંતામણિ–ઉત્સવ કઈ રીતે ઉજવાય?
આત્મા પોતે અનંતગુણથી ભરેલો રત્નચિન્તામણિ છે, તેનો સ્વાનુભવ
કરવો એ સાચો રત્નચિન્તામણિ–મહોત્સવ છે. (એમ ગુરુદેવે મુંબઈમાં કહ્યું હતું.)
* આત્માની આંખ કેમ ઊઘડે?
જ્ઞાન તે આત્માની આંખ છે. સ્વાનુભવવડે તે આંખ ઊઘડે છે. એની રીત
આચાર્યદેવે સમયસારમાં બતાવી છે.
આત્મા એવો ચિંતામણી ચૈતન્યરત્ન છે કે જેને લક્ષમાં લઈને ચિંતવતાં
સમ્યગ્દર્શન વગેરે રત્નોની પ્રાપ્તિ થાય છે. જગત એવા ચૈતન્યરત્નને પામો.
જ્ઞાન આત્માના ચક્ષુ છે. સ્વાનુભવવડે તે જ્ઞાનચક્ષુ ઉઘડે છે. એવા
જ્ઞાનચક્ષુ ખોલવાનો ઉપાય આચાર્ય ભગવાને બતાવ્યો છે. તે સમજવા માટે
વાંચો – ‘જ્ઞાનચક્ષુ’ પુસ્તક.
* અશ્વિનકુમાર જૈન (મોરબી) વીતરાગદેવના દર્શનથી પ્રમોદ તથા બાલ વિભાગ
પ્રત્યેની તમારી ઉત્તમ લાગણીઓ બદલ ધન્યવાદ! ધાર્મિક ભાવનાઓમાં
ઉત્સાહથી ખૂબ ખૂબ આગળ વધો.
* હસુબેન (જોરાવરનગર) લખે છે કે બાલવિભાગનાં આંબામાં સમ્યકત્વાદિ
સૂચક કેરી મળતાં આનંદ થયો. આ કેરી તો એવી કે સદાય ખવાય. એનો સ્વાદ પણ
એવો કે જે ચાખતાં સિદ્ધપદ પમાય! (સાથે બે બહેનોનો સંવાદ પણ મળ્યો છે.)
* આત્મિક સંપત્તિ
કેટલાય માણસો આજ એમ સમજી રહ્યા છે કે આર્થિક સંપત્તિમાં આગળ
વધી રહેલું અમેરિકા બહુ સુખી હશે! પરંતુ તે કેટલી ભ્રમણા છે –એનો ખ્યાલ
ખુદ અમેરિકાના પ્રમુખ નિકસનના શબ્દોથી આવી શકશે: તેમણે પોતાના
પ્રવચનમાં હમણાં કહ્યું હતું કે– ‘આપણે (અમેરિકનો) ભૌતિક રીતે સંપન્ન
બન્યા છીએ પણ