: ૩૬ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
આત્મિક સંપત્તિમાં દરિદ્ર છીએ... ’ ત્યારે આપણે ભારતીયો નિઃશંકપણે એમ
કહી શકીએ કે અમારા ભારત દેશની આધ્યાત્મિક સંપત્તિ મહાન છે, અને અમારી તે
સમૃદ્ધિવડે અમે ગૌરવ અનુભવીએ છીએ... કેમકે ગમે ત્યારે પણ સાચું સુખ ને શાંતિ
સમજીએ અને પરદેશ પાછળની દોડ છોડી દઈએ.
* * *
શ્રાવણ માસનો શિક્ષણવર્ગ
સોનગઢમાં પ્રૌઢવયના જિજ્ઞાસુ જૈનભાઈઓ માટેનો શિક્ષણવર્ગ દર વર્ષની જેમ
*
ખાસ પ્રવચનના દિવસો શ્રાવણ વદ ૧૩ મંગળવાર તા. ૯–૯–૬૯ થી ભાદરવા
સુદ પાંચમ મંગળવાર તા. ૧૬ સુધી રાખવામાં આવ્યા છે.
* દસલક્ષણી પર્યુષણપર્વનો પ્રારંભ ભાદરવા સુદ ૪ ને સોમવાર તા. ૧પ–૯–૬૯
ના રોજ થશે, (વચ્ચે એક તિથિ ઘટતી હોવાથી એક દિવસ વહેલા શરૂ થાય છે)
અને ભાદરવા સુદ ૧૪ બુધવાર તા. ૨૪–૯–૬૯ના રોજ પૂર્ણ થશે.
“જ્ઞાનચક્ષુ” ભેટપુસ્તક
* આત્મધર્મના ચાલુ ગ્રાહકોને ‘જ્ઞાનચક્ષુ’ પુસ્તક રાજકોટના શેઠશ્રી મોહનલાલ
કાનજીભાઈ ઘીયા તરફથી (પ્રભુલાલભાઈની સ્મૃતિમાં) ભેટ આપવાનું છે. આ
પુસ્તકમાં સમયસાર ગા. ૩૨૦ (જયસેનસ્વામી રચિત ટીકા) ઉપરનાં પૂ.
ગુરુદેવનાં પ્રવચનો છપાયેલાં છે.
* ભેટપુસ્તક મેળવવા માટેનું કુપન આ અંકની સાથે મોકલ્યું છે, તેમાં લખેલ
સૂચના મુજબ વેલાસર ભેટપુસ્તક મેળવી લેવા વિનતિ છે.
* જો કોઈ ગ્રાહકને ચાલુ અંકની સાથે કુપન ન મળ્યું હોય તો તા. ૧૦ ઓગષ્ટ
સુધીમાં સંપાદકને જણાવી દેવું. (સાથે પૂરું સરનામું અને ગ્રાહક નંબર લખવો.)