: ૧૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
વીતરાગવિજ્ઞાન–પ્રશ્નોત્તરી
વીતરાગવિજ્ઞાન ભાગ ૧ એટલે કે છહઢાળાનાં પ્રથમ અધ્યાયનાં
પ્રવચનો, તેમાંથી દોહન કરીને ૨૦૦ પ્રશ્ન–ઉત્તર આત્મધર્મ અંક
૩૦૪ તથા ૩૦પ માં આપ્યા હતા. ટૂંકી ભાષામાં ને સુગમ શૈલીમાં
આ પ્રશ્નોત્તર સૌને ગમ્યા છે. તે જ પ્રમાણે વિતરાગવિજ્ઞાનના
બીજા ભાગમાંથી પણ ૨૪૦ પ્રશ્નોત્તર અહીં આપવામાં આવે છે.
૨૦૧. જીવને ઈષ્ટ શું છે?
દુઃખથી છૂટવું ને સુખી થવું તે.
૨૦૨. જીવને દુઃખનું કારણ શું છે?
મિથ્યાશ્રદ્ધા–મિથ્યાજ્ઞાન–મિથ્યાચારિત્ર
તે દુઃખનું કારણ છે.
૨૦૩. સંસારની કઈ ગતિમાં દુઃખ છે?
સંસારની ચારેય ગતિમાં દુઃખ છે.
૨૦૪. નરકમાં છેદન–ભેદન, ઠંડી–
ગરમીનું દુઃખ છે–એ ખરું?
ના, એ સંયોગની વાત છે; ખરું દુઃખ
જીવના મિથ્યાત્વાદિ ભાવોનું છે.
૨૦પ. આ જગતમાં સર્વોત્કૃષ્ટ વસ્તુ કઈ
છે? વીતરાગ–વિજ્ઞાન.
૨૦૬. વીતરાગવિજ્ઞાન ન હોય તો શું
થાય? તો જીવ દુઃખી થાય.
૨૦૭ જીવને દુઃખ દેનાર મોટો શત્રુ
કોણ? મિથ્યાત્વ તે મહાદુઃખ દેનાર
શત્રુ છે.
૨૦૮. તેનાથી બચવા માટે ઢાલ કઈ?
વીતરાગવિજ્ઞાન તે મિથ્યાત્વશત્રુથી
બચવા માટેની મજબુત ઢાળ છે.
૨૦૯. દુઃખથી બચવા શું કરવું?
તેના કારણરૂપ મિથ્યાત્વાદિને
ઓળખીને તેનું સેવન છોડવું.
૨૧૦. નિગોદથી નવમી ગ્રૈવેયક સુધી
અજ્ઞાનીએ શું કર્યું?
ચારે ગતિના અવતારમાં દુઃખ
ભોગવ્યાં.
૨૧૧. નરકમાં તો જીવ દુઃખી થયો, પણ
સ્વર્ગમાં?
–ત્યાં પણ અજ્ઞાનથી તે દુઃખી જ થયો.
૨૧૨. સુખ ક્યાં છે?
જ્યાં જ્યાં સમ્યક્ત્વાદિ છે ત્યાં જ
સુખ છે.
૨૧૩. દુઃખ ક્યાં છે?
જ્યાં જ્યાં મિથ્યાત્વાદિ છે ત્યાં દુઃખ
જ છે.