: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
૨૧૪. નરકમાં દુઃખનું કારણ શું છે?
ત્યાં પણ જીવના મિથ્યાત્વાદિ ભાવો જ
દુઃખનું કારણ છે.
૨૧પ. સ્વર્ગમાં દુઃખનું કારણ શું છે?
ત્યાં પણ જીવના મિથ્યાત્વાદિ ભાવો જ
દુઃખનું કારણ છે.
૨૧૬. નિગોદમાં જીવ કેમ રહે છે?
એના ભાવકલંકની અત્યંત પ્રચુરતાને
લીધે.
૨૧૭. જડકર્મો જીવને દુઃખ આપે છે?
ના; એ તો દુઃખમાં માત્ર નિમિત્ત છે;
ખરૂં દુઃખ જીવના પોતાના ઊંધા
ભાવનું છે. કર્મ તો જડ છે, જીવથી
ભિન્ન છે. ભિન્ન વસ્તુ સુખ–દુઃખ આપે
નહીં.
૨૧૮. કર્મ કઈ રીતે બંધાયું?
જીવના ઊંધા ભાવઅનુસાર.
૨૧૯. કર્મ અને સંસારભ્રમણ કેમ છૂટે?
જીવ પોતાનો ઊંધો ભાવ છોડીને
સમ્યક્ત્વાદિ કરે તો કર્મ છૂટે ને
સંસારભ્રમણ મટે.
૨૨૦. આચાર્યભગવાન અને સંતો શેનો
ઉપદેશ દે છે?
તેઓ વારંવાર કહે છે કે રે જીવ!
મિથ્યાત્વને વશ તેં ઘણાં ઘણાં દુઃખો
ભોગવ્યા, માટે હવે તો તે
મિથ્યાત્વાદિને છોડ....છોડ!
૨૨૧. સંસારમાં રખડતાં જીવે કોઈવાર
દયા પાળી હશે?
હા, દયાના શુભભાવ તેણે અનંતવાર
કર્યા.
૨૨૨. દયા કરવાથી શું થયું?
પુણ્યને લીધે તે સ્વર્ગમાં ગયો, પરંતુ
ત્યાં પણ અજ્ઞાનથી તે દુઃખી જ થયો.
૨૨૩. સંસારમાં રખડતા જીવે શું ન કર્યું?
શુભ–અશુભ બંનેથી પાર પોતાનું
સ્વરૂપ ન જાણ્યું.
૨૨૪. મિથ્યાત્વ એટલે શું?
આત્માને ભૂલીને, દેહમાં ને રાગમાં
એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ છે.
૨૨પ. આવા મિથ્યાત્વનું સ્વરૂપ સમજીને
શું કરવું?
તેને છોડવું ને સમ્યક્ત્વ કરવું.
૨૨૬. સંયોગ દુઃખનું કારણ છે કે
સંયોગીબુદ્ધિ?
સંયોગીબુદ્ધિ દુઃખનું કારણ છે, સંયોગ
નહિ.
૨૨૭. જીવે ચાર ગતિમાં સૌથી ઓછા
ભવ શેમાં કર્યા?
મનુષ્યગતિમાં.
૨૨૮. મનુષ્યગતિમાં કેટલા ભવ કર્યા?
અનંત.
૨૨૯. આ જીવ કદી દેવપદ પામ્યો હશે?
હા, અનંતવાર સ્વર્ગનો દેવ થયો.
૨૩૦. આ જીવ પૂર્વે કદી શું નથી પામ્યો?
સિદ્ધપદ.
૨૩૧ સંસારનો ઝાઝો કાળ જીવે શેમાં
ગાળ્યો?
એકેન્દ્રિપણાના મહા દુઃખોમાં.
૨૩૨. એકેન્દ્રિપણામાં મહા દુઃખ કેમ હતું?