: ૧૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
મોહની તીવ્રતા ને ચેતનાની અત્યંત
હીનતાને લીધે.
૨૩૩. હવે આ ઉત્તમ મનુષ્ય–અવસરમાં
શું કરવું?
મિથ્યા ભાવોને છોડીને સમ્યક્ત્વને ભજો.
૨૩૪. રાગ–અશુભ હો કે શુભ, તે બંને
કેવા છે?
બંનેમાં દુઃખ છે; ને બંને સંસારનું
કારણ છે.
૨૩પ. શુભરાગથી શું મળે? –ને શું ન
મળે? શુભરાગથી સ્વર્ગ મળે, પણ
આત્મા ન મળે.
૨૩૬. શુભરાગથી સમ્યગ્દર્શનાદિ કોઈ
ગુણ મળે?
–ના. રાગ તે દોષ છે, તેનાથી ગુણ ન
મળે.
૨૩૭. શુભરાગ તે ગુણ છે કે દોષ?
૨૩૮. શુભરાગ તે મોક્ષસુખનું કારણ
થાય? ના; રાગ પોતે જ દુઃખ છે, તે
સુખનું કારણ ન થાય.
૨૩૯. અજ્ઞાની શુભરાગને કેવો સમજે
છે? અજ્ઞાનથી તે તેને સુખનું ને
મોક્ષનું કારણ સમજે છે.
૨૪૦. સુખ શું? –દુઃખ શું?
વીતરાગવિજ્ઞાન તે સુખ; રાગદ્વેષ
અજ્ઞાન તે દુઃખ.
૨૪૧. આ જાણીને શું કરવું?
દુઃખનાં કારણોથી દૂર થા; સુખનાં
કારણને સેવ.
૨૪૨. સંસારનું મૂળ શું છે?
હું જ્ઞાન છું–એ ભૂલીને, હું રાગ ને હું
શરીર એવી મિથ્યાબુદ્ધિ તે સંસારનું
મૂળ છે.
૨૪૩. મિથ્યાત્વ સહિતનાં જ્ઞાન ને ચારિત્ર
કેવાં છે?
તે મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર છે.
૨૪૪. આસ્રવ શું છે?
મિથ્યાત્વાદિ ભાવો તે આસ્રવ છે.
૨૪પ. તે આસ્રવો કેવાં છે?
તે જ્ઞાનથી વિરુદ્ધસ્વભાવવાળાં છે.
૨૪૬. જીવ કેવો છે? શરીર કેવું છે?
જીવ જ્ઞાનસ્વરૂપ છે; શરીર જડ છે.
૨૪૭. શરીરાદિ અજીવનું કામ જીવનું માને તો?
તો તેણે જીવ અને અજીવને જુદા
જાણ્યા નથી.
૨૪૮. શુભભાવને ધર્મ માને તો?
તો તેણે જ્ઞાનને અને આસ્રવને જુદા
જાણ્યા નથી.
૨૪૯. વાણી તે કોની ક્રિયા છે?
તે અજીવની ક્રિયા છે, જીવની નહીં.
૨પ૦. જીવને કર્મો દુઃખી કરે છે? કે તે
ઊંધા ભાવથી દુઃખી છે?
જીવ પોતાના ઊંધા ભાવથી દુઃખી છે.
૨પ૧. સુખ–દુઃખ કોનામાં છે?
જીવમાં છે; જડમાં સુખ–દુઃખ નથી.
(અનુસંધાન પૃષ્ટ ૩૬ પર)