Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 48

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૧૩ :
આ રીતે સમ્યગ્દર્શન થાય છે.
સમ્યગ્દર્શન માટે ઉદ્યમ કરનાર મુમુક્ષુ જીવ પ્રથમ તો
જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરીને..... પછી તેની પ્રગટ
પ્રસિદ્ધિ એટલે કે સાક્ષાત્ અનુભવ કઈ રીતે કરે છે, તે
સમજાવીને આચાર્યદેવે સમ્યગ્દર્શન કરાવ્યું છે.
(સમયસાર ગા. ૧૪૪ના પ્રવચનમાંથી)
જે જીવ જિજ્ઞાસુ થઈને સ્વભાવ સમજવા આવ્યો છે તે સુખ લેવા આવ્યો છે
અને દુઃખ ટાળવા આવ્યો છે. સુખ પોતાનો સ્વભાવ છે, અને જે દુઃખ છે તે ક્ષણિક
વિકૃતિ છે તેથી તે ટળી શકે છે. વર્તમાન દુઃખઅવસ્થા ટાળીને સુખરૂપ અવસ્થા પોતે
પ્રગટ કરી શકે છે; આટલું તો, જે સત્ સમજવા આવ્યો તેણે સ્વીકારી જ લીધું છે.
આત્માએ પોતાના ભાવમાં જ્ઞાનનો પુરુષાર્થ કરીને વિકારરહિત જ્ઞાનસ્વરૂપનો નિર્ણય
કરવો જોઈએ. વર્તમાન વિકાર હોવા છતાં વિકારરહિત સ્વભાવની શ્રદ્ધા કરી શકાય છે,
એટલે કે આ વિકાર અને દુઃખથી રહિત મારું સ્વરૂપ સુખમય છે એમ નક્કી કરીને
સુખનો અનુભવ થઈ શકે છે.
જિજ્ઞાસુ જીવોને સ્વરૂપ પ્રગટ કરવા માટે પહેલી જ સત્સમાગમરૂપ જ્ઞાનક્રિયા
શાસ્ત્રોએ બતાવી છે, એટલે શ્રુતજ્ઞાનથી આત્માનો નિર્ણય કરવાનું કહ્યું છે. કુદેવ–કુગુરુ
અને કુશાસ્ત્ર તરફનો આદર અને તે તરફનું વલણ તો જિજ્ઞાસુને છૂટી જ જાય, તથા
વિષયાદિ પરવસ્તુમાં સુખબુદ્ધિ ટળી જાય; બધા તરફથી રુચિ ટળીને પોતાની તરફ રુચિ
વળે અને દેવ–ગુરુ–શાસ્ત્રને યથાર્થપણે ઓળખી તેમનો આદર કરે, અને તેમણે બતાવેલ
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે, –આ બધું ‘સ્વભાવના લક્ષે’ થયેલ હોય તો તે જીવને
પાત્રતા થઈ કહેવાય. આટલી પાત્રતા તે હજી સાક્ષાત્ સમ્યગ્દર્શન નથી, સમ્યગ્દર્શન તો
ચૈતન્યસ્વભાવમાં ઉપયોગ વાળીને નિર્વિકલ્પ પ્રતીત કરવી તે છે. આવું સમ્યગ્દર્શન
પ્રગટ કરવા પાત્ર જીવે શું કરવું તો આ સમયસારજીમાં સ્પષ્ટ બતાવ્યું છે.