Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 48

background image
: ૧૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
• સમ્યગ્દર્શન માટે સમયસારમાં બતાવેલી ક્રિયા એટલે જ્ઞાનક્રિયા•
પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કરીને, પછી
આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઈન્દ્રિયોદ્વારા અને
મનદ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ–તેમને મર્યાદામાં લાવીને મતિજ્ઞાનતત્ત્વને આત્મસન્મુખ
કરવું, તથા અનેક પ્રકારના પક્ષોના આલંબનથી થતા વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન
કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાનતત્ત્વને પણ
આત્મસન્મુખ કરવું; આ રીતે જીવ જ્યારે જ્ઞાનને વિકલ્પથી ભિન્ન કરીને આત્મસન્મુખ
કરે છે તે જ વખતે તે અત્યંત વિકલ્પરહિત થઈને, તત્કાળ....પરમાત્મારૂપ સમયસારને
અનુભવે છે, અને તે વખતે જ આત્મા સમ્યક્પણે દેખાય છે. (અર્થાત્ શ્રદ્ધાય છે) તથા
જણાય છે. –તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. (સમયસાર ગાથા–
૧૪૪ ટીકા) તેનું આ સ્પષ્ટીકરણ થાય છે.
• શ્રુતજ્ઞાન કોને કહેવું? શ્રુતનું લક્ષણ અનેકાન્ત •
પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો” –
એક વસ્તુ પોતાપણે છે અને તે વસ્તુ અનંત પર દ્રવ્યોથી છૂટી છે, આમ પરથી
ભિન્નતા બતાવીને સ્વ તરફ વળવાનું બતાવે છે–તે શ્રુતજ્ઞાનનું લક્ષણ છે. વસ્તુ સ્વપણે
છે અને પરપણે નથી–એમ કહીને શ્રુતજ્ઞાને વસ્તુની પરિપૂર્ણતા સિદ્ધ કરી છે, ને સ્વાશ્રય
કરવાનું બતાવ્યું છે. શ્રુતજ્ઞાને બતાવેલું આવું સ્વરૂપ સમજીને જ્ઞાનસ્વભાવનો નિશ્ચય
કરવો જોઈએ.
જ્ઞાનસ્વભાવી મારો આત્મા અનંત પરવસ્તુથી જુદો છે એમ સિદ્ધ થતાં પોતાના
દ્રવ્ય–પર્યાયમાં જોવાનું આવ્યું. મારું ત્રિકાળી દ્રવ્ય તે એક સમયના વિકાર જેટલું નથી,
એટલે કે વિકાર ક્ષણિક પર્યાયપણે છે પરંતુ ત્રિકાળી સ્વરૂપપણે વિકાર નથી–આમ
વિકારરહિત જ્ઞાનસ્વભાવની સિદ્ધિ પણ અનેકાંતવડે જ થાય છે. ભગવાનના કહેલાં
સત્શાસ્ત્રોની મહત્તા અનેકાંતથી જ છે, તે જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરાવે છે.
પોતાપણે છે અને પરપણે નથી તેથી તે કોઈ બીજાનું કાંઈ કરી