
તે જ ભગવાનના શાસ્ત્રની ઓળખાણ છે, તે જ શ્રુતજ્ઞાન છે. આ તો હજી સ્વરૂપને
સમજનારની પાત્રતા કહેવાય છે.
પ્રભાવના કરવાનો વિકલ્પ ઊઠે તે પણ પરના કારણે નથી. બીજા માટે કાંઈ પણ
પોતામાં થાય એમ કહેવું તે જૈનશાસનની મર્યાદામાં નથી. જૈનશાસન તો વસ્તુને
સ્વતંત્ર સ્વાધીન પરિપૂર્ણ સ્થાપે છે.
વગર શું કરશે? ભગવાનના શ્રુતજ્ઞાનમાં તો એમ કહ્યું છે કે–તું–તારાથી પરિપૂર્ણ વસ્તુ
છો. દરેક તત્ત્વો પોતાથી જ સ્વતંત્ર છે, કોઈ તત્ત્વને બીજા તત્ત્વોનો આશ્રય નથી. –આ
પ્રમાણે વસ્તુના સ્વરૂપને છૂટું સમજીને સ્વાશ્રયે વીતરાગભાવ પ્રકટ કરવો તે અહિંસા
છે; અને એકબીજાનું કરી શકે એમ વસ્તુને પરાધીન માનીને કર્તૃત્વબુદ્ધિ ને રાગ–દ્વેષ
કરવા તે હિંસા છે.
આનંદ પ્રગટ કરવો છે. એ આનંદ એવો જોઈએ કે જે સ્વાધીન હોય; જેના માટે
પરનું અવલંબન ન હોય. આવો આનંદ પ્રગટાવવાની જેને યથાર્થ ભાવના હોય તે
જિજ્ઞાસુ કહેવાય. પોતાનો પૂર્ણાનંદ પ્રગટાવવાની ભાવનાવાળો જિજ્ઞાસુ પહેલાં એ
જુએ કે એવો પૂર્ણાનંદ કોને પ્રગટયો છે? ને કઈ રીતે પ્રગટયો છે. પોતાને હજી
તેવો આનંદ પ્રગટ નથી, કેમકે જો પોતાને તેવો આનંદ પ્રગટ હોય તો પ્રગટાવવાની
ભાવના ન હોય. એટલે પોતાને હજી તેવો આનંદ પ્રગટયો નથી, પણ પોતાને જેની
ભાવના છે તેવો આનંદ બીજા કોઈકને છે, અને જેમને તે આનંદ પ્રગટયો છે તેમની
પાસેથી પોતે તે આનંદ પ્રગટાવવાનો સાચો માર્ગ જાણવા ચાહે છે.–એટલે આમા
સાચાં નિમિત્તોની ઓળખાણ અને પોતાની પાત્રતા, બંને આવી ગયા. આટલું કરે
ત્યાં સુધી હજી જિજ્ઞાસુ છે.