Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 48

background image
: ૧૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
પોતાની અવસ્થામાં અધર્મ–અશાંતિ છે તે ટાળીને ધર્મ–શાંતિ પ્રગટાવવી છે. તે
શાંતિ પોતાને આધારે અને પરિપૂર્ણ જોઈએ છે. આવી જેને જિજ્ઞાસા થાય તે પ્રથમ
એમ નક્કી કરે છે કે–હું એક આત્મા મારું પરિપૂર્ણ સુખ પ્રગટાવવા માગું છું, તો તેવું
પરિપૂર્ણ સુખ કોઈને પ્રગટયું હોવું જોઈએ. જો પરિપૂર્ણ સુખ–આનંદ પ્રગટ ન હોય તો
દુઃખી કહેવાય. જેને પરિપૂર્ણ અને સ્વાધીન આનંદ પ્રગટયો હોય તે જ સંપૂર્ણ સુખી છે;
તેવા સર્વજ્ઞ છે. –આ રીતે જિજ્ઞાસુ પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય કરે છે. પરનું કરવા
મૂકવાની વાત તો છે જ નહિ; જ્યારે પરથી જરા છૂટો પડયો ત્યારે તો આત્માની
જિજ્ઞાસા થઈ છે. આ તો પરથી ખસીને હવે જેને પોતાનું હિત કરવાની ઝંખના જાગી છે
એવા જિજ્ઞાસુ જીવની વાત છે. પરદ્રવ્ય પ્રત્યેની સુખબુદ્ધિ અને રુચિ ટાળીને સ્વભાવની
રુચિ કરી તે પાત્રતા છે.
દુઃખનું મૂળ ભૂલ છે. જેણે પોતાની ભૂલથી ઉત્પન્ન કર્યું છે તે પોતાની ભૂલ ટાળે
તો તેનું દુઃખ ટળે.....બીજા કોઈએ ભૂલ કરાવી નથી તેથી બીજો કોઈ પોતાનું દુઃખ
ટાળવા સમર્થ નથી. પોતાની ભૂલ ટાળવા માટે એકલે કે સમ્યગ્દર્શન કરવા માટે પાત્ર
જીવે પહેલાં શું કરવું? તે કહે છે.
• શ્રુતજ્ઞાનનું અવલંબન–એ જ પહેલી ક્રિયા •
જે આત્મકલ્યાણ કરવા તૈયાર થયો છે એવા જિજ્ઞાસુએ ઉદ્યમવડે પોતાના
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો. આત્મકલ્યાણ એની મેળે થઈ જતું નથી પણ પોતાના
જ્ઞાનમાં રુચિ અને પુરુષાર્થથી આત્મકલ્યાણ થાય છે. પોતાનું કલ્યાણ કરવા માટે,
જેઓને પૂર્ણ કલ્યાણ પ્રગટયું છે તે કોણ છે, તેઓ શું કહે છે, તેઓએ પ્રથમ શું કર્યું હતું–
એનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરવો પડશે; એટલે કે સર્વજ્ઞનું સ્વરૂપ જાણીને તેમના
કહેલા શ્રુતજ્ઞાનના અવલંબનથી પોતાના આત્માનો નિર્ણય કરવો જોઈએ; એ પ્રથમ
કર્તવ્ય છે. કોઈ પરના અવલંબનથી ધર્મ પ્રગટતો નથી; છતાં જ્યારે પોતે પોતાના
પુરુષાર્થથી સમજે છે ત્યારે તેમાં નિમિત્ત તરીકે સત્દેવગુરુ જ હોય છે.
આ રીતે પહેલો જ નિર્ણય એ આવ્યો કે કોઈ પૂર્ણ પુરુષ સંપૂર્ણ સુખી છે. અને
સંપૂર્ણ જ્ઞાતા છે; તે જ પુરુષ પૂર્ણ સુખનો સત્ય માર્ગ કહી શકે છે; પોતે તે સમજીને
પોતાનું પૂર્ણ સુખ પ્રગટ કરી શકે છે અને પોતે સમજે ત્યારે સાચા દેવ–ગુરુ–શાસ્ત્રો જ
નિમિત્તરૂપ હોય છે. જેને સ્ત્રી, પુત્ર, પૈસા, વગેરેની એટલે કે સંસારના નિમિત્તો
તરફની તીવ્ર પ્રીતિ હોય ને ધર્મનાં નિમિત્તો દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યેની પ્રીતિ