મને ચૈતન્યસાધનમાં જરાય મદદગાર નથી, મારું ચૈતન્યતત્ત્વ શુભવિકલ્પોથી પણ પાર
છે–આમ અત્યંત ભિન્નતા જાણીને સમસ્ત કર્મકાંડને મૂળમાંથી ઊખેડી નાંખે, અને
કર્મથી ભિન્ન એવા જ્ઞાનકાંડને અનુભવે તો ચૈતન્યના આશ્રયે મોક્ષનું સાધન થાય.
જ્યાંસુધી અભિપ્રાયમાં અંશમાત્ર શુભરાગનું અવલંબન રહે ત્યાંસુધી સંસારવૃક્ષનું
મૂળિયું એવું ને એવું રહે છે. પાપ છોડીને અજ્ઞાનપૂર્વક વ્રત–તપ–દયા–દાન–શીલ–પૂજા
વગેરે શુભભાવો અનંતકાળમાં અનંતવાર જીવ ચૂક્યો, પણ તેનાથી ભવભ્રમણનો અંત
ન આવ્યો; રાગના આશ્રયની બુદ્ધિ ન છૂટી તેથી સંસારમાં જ રખડયો. રાગમાત્ર (ભલે
શુભ હોય તોપણ) બંધનું જ કારણ છે. છતાં અજ્ઞાની તેને બંધનું કારણ ન માનતાં
મોક્ષનું કારણ માનીને સેવે છે; શાસ્ત્રકાર કહે છે કે અરે ભાઈ! એક ક્ષણિક પુણ્યવૃત્તિને
ખાતર તું આખા મોક્ષમાર્ગને વેચી રહ્યો છે! જેમ થોડીક રાખને માટે