દોરાના કટકાને માટે રત્નની કંઠી તોડી નાંખે, તેમ ક્ષણિક પુણ્યની મીઠાસ આડે તું
આખા ચિદાનંદતત્ત્વનો આશ્રય છોડી દે છે, રાગની મીઠાસ આડે તું આખા મોક્ષમાર્ગને
છોડી રહ્યો છે ને સંસારમાર્ગને આદરી રહ્યો છે, –તો તારી મુર્ખાઈનું શું કહેવું? બાપુ?
મોક્ષની ઈચ્છાથી તેં જ્યારે દિક્ષા લીધી ત્યારે શુદ્ધાત્માના અનુભવરૂપ સામાયિકની
પ્રતિજ્ઞા કરી હતી, પરંતુ તું તો શુભરાગના જ અનુભવમાં અટકી ગયો, રાગથી ભિન્ન
ચૈતન્યની તેં શ્રદ્ધા પણ ન કરી; મોક્ષના સાધનરૂપ સાચી સામાયિકને તેં ઓળખી પણ
નહીં. ચિદાનંદસ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન–અનુભવરૂપ સામાયિક તે મોક્ષનું કારણ છે. –એવો
અનુભવ જેઓ નથી કરતા ને રાગના જ અનુભવને મોક્ષનું સાધન માનીને તેમાં અટકી
જાય છે તેઓ કર્મચક્રને પાર ઊતરવા માટે પુરુષાર્થ વગરના છે; ચૈતન્યસ્વભાવનો
પુરુષાર્થ તેને જાગ્યો નથી. વ્યવહારે અર્હંત ભગવાનના માર્ગને જ માને છે, બીજા
કુમાર્ગને તો માનતો નથી, ભગવાને કહેલ ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ વસ્તુને તથા નવતત્ત્વો
વગેરેને વ્યવહારે બરાબર માને છે, પણ અંતરમાં રાગ અને ચૈતન્યની ભિન્નતાનું વેદન
કરતા નથી, સ્થૂળ લક્ષપણે શુભરાગમાં જ અટકી જાય છે–એવા જીવો, શુભરાગને
સંસારનું કારણ હોવા છતાં મોક્ષનું કારણ માની રહ્યા છે; તેથી પુણ્યનો–રાગનો જ
આશ્રય કરે છે, પણ તેનો આશ્રય છોડતા નથી ને જ્ઞાનનો આશ્રય કરતા નથી એટલે
તેઓ સંસારમાં જ પરિભ્રમણ કરે છે. આ રીતે પુણ્યકર્મના પક્ષપાતી જીવો સંસારમાં જ
રખડે છે, તેઓ મોક્ષને પામતા નથી. મોક્ષ તો જ્ઞાન વડે જ પમાય છે, પુણ્ય વડે નહીં.
જ્ઞાનસ્વભાવનો આશ્રય કરીને જ્ઞાનરૂપે પરિણમવું તે જ આગમની આજ્ઞા છે.
મોક્ષમાર્ગ છે તેને જ જ્ઞાની સેવે છે. પુણ્યને જરાપણ મોક્ષમાર્ગ માનતા નથી. જેને
પુણ્યની રુચિ છે તેને સંસારની રુચિ છે, તેને મોક્ષની રુચિ નથી. મોક્ષ તો આત્માની