તે શુદ્ધતાનો માર્ગ કેમ હોય? ન જ હોય. શ્રીમદ્રાજચંદ્રજી કહે છે કે–
સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ.
ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રવર્તે છે, તેથી જેઓ પરમાર્થ સ્વભાવનો આશ્રય કરે છે તેઓ જ
મુક્તિને પામે છે. જેઓ નિશ્ચયના વિષયને છોડીને વ્યવહારના આશ્રયે પ્રવર્તે છે,
વ્યવહારના આશ્રયથી લાભ થવાનું માને છે તેઓ મોક્ષને પામતા નથી પણ સંસારમાં
રખડે છે. વ્રત–તપ વગેરે શુભકર્મો કેવા છે? કે પરમાર્થ મોક્ષહેતુથી જુદા છે, એટલે કે
બંધના હેતુ જ છે; છતાં અજ્ઞાનીઓ તેને મોક્ષહેતુ માને છે, તે માન્યતાને સર્વથા
નિષેધવામાં આવી છે. અજ્ઞાનીએ માનેલો શુભકર્મરૂપ મોક્ષહેતુ આખોય નિષેધવામાં
આવ્યો છે, એટલે કે શુભકર્મ વડે મોક્ષમાર્ગ જરાપણ થતો નથી, –એમ પ્રતિપાદન
કરવામાં આવ્યું છે. ભલે વિદ્વાન હોય કે શાસ્ત્રો ભણ્યો હોય, પણ જો શુભરાગના
આશ્રયે કિંચિત પણ મોક્ષમાર્ગ થવાનું માનતો હોય તો તે ભગવાનના માર્ગથી ભ્રષ્ટ છે,
ભગવાને કહેલા શાસ્ત્રના રહસ્યને તે જાણતો નથી; ખરેખર તે વિદ્વાન નથી પણ મૂઢ છે.
અરે ભાઈ! તું શાસ્ત્રમાંથી શું ભણ્યો? મોક્ષનો પંથ તો આત્માના આશ્રયે હોય કે
રાગના આશ્રયે? વ્યવહાર એટલે પરનો આશ્રય, પરના આશ્રયે મોક્ષમાર્ગ કેમ હોય?
ભાઈ, તેં પરના આશ્રયની બુદ્ધિ ન છોડી ને સ્વતત્ત્વ તરફ તારું મુખ ન ફેરવ્યું–તો તારી
વિદ્વતા શા કામની? ને તારા શાસ્ત્રભણતર શું