Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 48

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૩૯ :
આત્માના પ્રગટ અનુભવની રીત
સમયસાર ગા. ૧૪૪નું પ્રવચન (૨)
પાત્ર જીવ આત્માના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે છે–એ વાત
પૃ. ૧૩ પરના લેખમાં આપે વાંચી. એ પ્રમાણે જેણે
સમ્યક્દર્શન પ્રગટયા પહેલાં શ્રુતજ્ઞાનના અવલંબનના જોરે
આત્માના જ્ઞાનસ્વભાવને અવ્યક્તપણે લક્ષમાં લીધો છે, તે
હવે પ્રગટરૂપ લક્ષમાં લ્યે છે–અનુભવ કરે છે–આત્મસાક્ષાત્કાર
અર્થાત્ સમ્યગ્દર્શન કરે છે; –કઈ રીતે? તે અહીં બતાવે છે.
પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે
ઈન્દ્રિય અને મનદ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તેમને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાનતત્ત્વને
આત્મસન્મુખ કર્યું છે......” અપ્રગટરૂપ નિર્ણય થયો હતો તે હવે પ્રગટરૂપ કાર્ય લાવે છે;
જે નિર્ણય કર્યો હતો તેનું ફળ પ્રગટે છે.
આ જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય જગતના બધા આત્માઓ કરી શકે છે.
બધા આત્માઓ પરિપૂર્ણ ભગવાન જ છે, તેથી બધા પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય
કરી શકવા સમર્થ છે. જે પોતાના આત્માનું હિત કરવા માગે તેને તે થઈ શકે છે. પરંતુ
જીવે અનાદિથી પોતાની દરકાર કરી નથી. ભાઈ રે! તું કોણ વસ્તુ છો, તે જાણ્યા વિના
તું કરીશ શું? પહેલાં આ જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો જોઈએ. એ નિર્ણય
થતાં અવ્યક્તપણે આત્માનું લક્ષ આવ્યું, પછી પરલક્ષ અને વિકલ્પ છોડીને સ્વલક્ષે
પ્રગટ અનુભવ કેમ કરવો તે બતાવે છે.
ઈન્દ્રિય અને મનથી જે પરલક્ષ થાય છે તેને ફેરવીને મતિજ્ઞાનને સ્વમાં એકાગ્ર
કરતાં આત્મા પ્રગટ પ્રસિદ્ધ થાય છે એટલે કે અનુભવ થાય છે; આત્માનો પ્રગટરૂપ
અનુભવ થવો તે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
ધર્મ માટે પહેલાં શું કરવું?
આ કર્તાકર્મ–અધિકારની છેલ્લી ગાથા છે, આ ગાથામાં જિજ્ઞાસુને માર્ગ બતાવ્યો