‘અસાધ્ય’ છે. વસ્તુનો સ્વભાવ યથાર્થપણે સમ્યગ્દર્શનપૂર્વકના જ્ઞાનથી ન સમજે તો
જીવને સ્વરૂપનો કિચિંત્ લાભ નથી. સમ્યગ્દર્શનજ્ઞાનવડે સ્વરૂપની ઓળખાણ અને
અનુભવ કર્યો તેને જ ‘શુદ્ધ આત્મા’ એવું નામ મળે છે, તે જ સમયસાર છે અને એ જ
સમ્યગ્દર્શન તથા સમ્યગ્જ્ઞાન છે, ‘હું શુદ્ધ છું’ એવો વિકલ્પ છૂટીને એકલો
આત્મઅનુભવ થાય ત્યારે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય છે. આ સમ્યગ્દર્શન
અને સમ્યગ્જ્ઞાન એ કાંઈ આત્માથી જુદાં નથી, તે શુદ્ધઆત્મારૂપ જ છે.
થશે એવી વાત તેને બેસે નહિ. જેને સત્સ્વભાવ જોઈતો હોય તે સ્વભાવથી
વિરુદ્ધભાવની હા ન પાડે, તેને પોતાનાં ન માને. વસ્તુનું સ્વરૂપ શુદ્ધ છે તેનો બરાબર
નિર્ણય કર્યો અને રાગથી ભિન્ન પડીને જ્ઞાન સ્વસન્મુખ થતાં જે અભેદ શુદ્ધ અનુભવ
થયો તે જ સમયસાર છે, અને તે જ ધર્મ છે. આવો ધર્મ કેવી રીતે થાય, ધર્મ કરવા માટે
પ્રથમ શું કરવું? તે સંબંધી આ કથન ચાલે છે.
કાંઈ કરવા–મૂકવાનો સ્વભાવ નથી. આ પ્રમાણે સત્ સમજવામાં જે કાળ જાય છે તે
અનંતકાળે નહિ કરેલો એવો અપૂર્વ અભ્યાસ છે. જીવને સત્ તરફની રુચિ થાય એટલે
વૈરાગ્ય જાગે અને આખા સંસાર તરફની રુચિ ઊડી જાય. ચોરાશીના અવતારનો ત્રાસ
થઈ જાય કે ‘અરે! આ ત્રાસ શા? આ દુઃખ ક્યાં સુધી? સ્વરૂપનું ભાન નહિ અને
ક્ષણેક્ષણે પરાશ્રયભાવમાં રાચવું–આ તે કાંઈ મનુષ્યજીવન છે? તિર્યંચ વગેરેનાં દુઃખની
તો વાત જ શી, પરંતુ આ મનુષ્યમાં પણ આવા જીવન? અને મરણ ટાણે સ્વરૂપના
ભાન વગર અસાધ્ય થઈને મરવું? નહિ; હવે આનાથી છૂટવાનો ઉપાય કરું ને શીઘ્ર આ
દુઃખથી આત્માને મુક્ત કરું. –આ પ્રમાણે સંસારનો ત્રાસ થતાં સ્વરૂપ સમજવાની રુચિ
થાય. વસ્તુ સમજવા માટેનો જે ઉદ્યમ તે પણ જ્ઞાનની ક્રિયા છે, સત્નો માર્ગ છે.