શ્રુતજ્ઞાનવડે આત્માનો નિર્ણય કરવો તે જ ધર્મનો પ્રથમ ઉપાય છે. શ્રુતના અવલબંનથી
જ્ઞાનસ્વભાવનો જે નિર્ણય કર્યો તેનું ફળ, તે નિર્ણય–અનુસાર અનુભવ કરવો તે છે.
આત્માનો નિર્ણય તે ‘કારણ’ અને આત્માનો અનુભવ તે કાર્ય એ રીતે અહીં લીધું છે,
એટલે જે નિર્ણય કરે તેને અનુભવ થાય જ એમ વાત કરી છે. કારણના સેવન–
અનુસાર કાર્ય પ્રગટે જ.
લાવવા માટે એટલે આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે પર પદાર્થની પ્રસિદ્ધિમાં કારણને છોડી
દેવા એટલે કે ઈન્દ્રિય અને મનનું અવલંબન છોડીને જ્ઞાનને સ્વ તરફ વાળવું. દેવ–ગુરુ–
શાસ્ત્ર વગેરે પર પદાર્થો તરફનું લક્ષ તથા મનના અવલંબનને પ્રવર્તતી બુદ્ધિ તેને
સંકોચીને, મર્યાદામાં લાવીને પોતા તરફ વાળવું, તે અંર્ત–અનુભવનો પંથ છે, અને તે
જ સહજ શીતળસ્વરૂપ અનાકુળ સ્વભાવમાં પેસવાનું દ્વાર છે.
ખરેખર તો જ્યાં જ્ઞાનસ્વભાવને લક્ષગત કરવા જાય ત્યાં મતિશ્રુતનો ઉપયોગ અંતરમાં
વળી જ જાય છે. એટલે જે જ્ઞાન વિકલ્પમાં અટકતું તે જ્ઞાન ત્યાંથી છૂટીને સ્વભાવમાં
આવે છે. જ્ઞાન આત્મસન્મુખ થતાં સ્વભાવનો નિર્વિકલ્પ અનુભવ થાય છે.
જ્ઞાનમાં અનંત સંસારનો નાસ્તિભાવ અને જ્ઞાનસ્વભાવનો અસ્તિભાવ છે. આવી
સમજણ અને આવું જ્ઞાન કરવું તેમાં અનંત પુરુષાર્થ છે. સ્વભાવમાં ભવ નથી, તેથી
જેને સ્વભાવ તરફનો પુરુષાર્થ ઊગ્યો તેને ભવની શંકા રહેતી નથી. જ્યાં ભવની શંકા
છે ત્યાં સાચું જ્ઞાન નથી અને જ્યાં સાચું જ્ઞાન છે ત્યાં ભવની શંકા નથી–આ રીતે
‘જ્ઞાન’ અને ‘ભવ’ ની એકબીજામાં નાસ્તિ છે.