વૃત્તિઓ ઊઠે તેમાં પણ હજી આત્મશાંતિ નથી, તે વૃત્તિઓ આકુળતામય છે.
આત્મશાંતિની વિરોધિની છે. નયપક્ષોના અવલંબનથી થતા મનસંબંધી અનેક પ્રકારના
વિકલ્પો તેને પણ મર્યાદામાં લાવીને અર્થાત્ તે વિકલ્પોથી પણ જ્ઞાનને જુદું કરીને
શ્રુતજ્ઞાનને પણ આત્મસન્મુખ કરતાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે; આ રીતે મતિ અને
શ્રુતજ્ઞાનને આત્મસન્મુખ કરવા તે જ સમ્યગ્દર્શનની રીત છે. ઈન્દ્રિય અને મનના
અવલંબને મતિજ્ઞાન પરલક્ષે પ્રવર્તતું તેને, અને મનના અવલંબને શ્રુતજ્ઞાન અનેક
પ્રકારના નયપક્ષોના વિકલ્પોમાં અટકતું તેને, –એટલે કે બહારમાં ભમતાં મતિજ્ઞાન
અને શ્રુતજ્ઞાનને મર્યાદામાં લાવીને, –અંર્તસ્વભાવસન્મુખ કરીને, એક જ્ઞાનસ્વભાવને
પકડીને (ઉપયોગમાં લઈને) નિર્વિકલ્પ થઈને તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા
શુદ્ધાત્માનો અનુભવ કરવો; તે અનુભવ જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
રહિત છે. લક્ષમાંથી પુણ્ય–પાપનો આશ્રય છૂટતાં એકલો આત્મા જ અનુભવમાં આવે
છે, કેવળ એક આત્મામાં પુણ્ય–પાપના કોઈ ભાવો નથી. જાણે કે આખાય વિશ્વ ઉપર
તરતો હોય એટલે કે સમસ્ત વિભાવોથી જુદો થઈ ગયો હોય તેવો ચૈતન્યસ્વભાવ છૂટો
અખંડ પ્રતિભાસમય અનુભવાય છે. આત્માનો સ્વભાવ પુણ્ય–પાપની ઉપર તરતો છે,
એટલે તેમાં ભળી જતો નથી; તે–રૂપ થતો નથી પરંતુ તેનાથી છૂટો ને છૂટો રહે છે. વળી
અનંત છે એટલે કે જેના સ્વભાવનો કદી અંત નથી, પુણ્ય–પાપ તો અંતવાળા છે,
જ્ઞાનસ્વરૂપ અનંત છે; અને વિજ્ઞાનઘન છે, એકલા જ્ઞાનનો જ પિંડ છે. એકલા
જ્ઞાનપિંડમાં રાગ–દ્વેષ જરા પણ નથી. રાગનો અજ્ઞાનભાવે કર્તા હતો પણ સ્વભાવભાવે
રાગનો કર્તા નથી. અખંડ આત્મસ્વભાવનો નિર્ણય કરીને પછી, સમસ્ત વિભાવભાવોનું
લક્ષ છોડીને જ્યારે આ આત્મા, વિજ્ઞાનઘન (એટલે જેમાં કોઈ વિકલ્પો પ્રવેશ કરી શકે
નહિ એવા જ્ઞાનના નિવડ પિંડરૂપ) પરમાત્મસ્વરૂપ સમયસારને અનુભવે છે ત્યારે તે
પોતે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપ છે.
વ્યવહાર