Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 46 of 48

background image
: ૪૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
છે. મતિશ્રુતજ્ઞાનને સ્વતરફ વાળવાના પુરુષાર્થરૂપી જે પર્યાય તે વ્યવહાર છે, અખંડ
આત્મસ્વભાવ તે નિશ્ચય છે. જ્યારે મતિ–શ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળ્‌યા અને આત્માનો
અનુભવ કર્યો તે જ વખતે આત્મા સમ્યક્પણે દેખાય છે–શ્રદ્ધાય છે. આ સમ્યગ્દર્શન
પ્રગટવા વખતની વાત કરી છે.
સમ્યગ્દર્શન થતાં શું થાય?
સમ્યગ્દર્શન થતાં સ્વરસનો અપૂર્વ આનંદ અનુભવાય છે. આત્માનો સહજ
આનંદ પ્રગટ થાય છે. આત્મિક–આનંદનો ઉછાળો આવે છે; અંતરમાં આત્મશાંતિનું
વેદન થાય છે; આત્માનું સુખ અંતરમાં છે તે પ્રગટ અનુભવમાં આવે છે; આ અપૂર્વ
સુખનો રસ્તો સમ્યગ્દર્શન જ છે. ‘હું ભગવાન આત્મા સમયસાર છું’ એમ જે
નિર્વિકલ્પ શાંતરસ અનુભવાય છે તે જ સમયસાર છે અને તે જ સમ્યગ્દર્શન તથા
સમ્યગ્જ્ઞાન છે. અહીં તો સમ્યગ્દર્શન અને આત્મા બંને અભેદ લીધા છે. આત્મા પોતે
સમ્યગ્દર્શનસ્વરૂપ છે.
વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો
સત્શ્રુતના પરિચયથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા પછી મતિ–
શ્રુતજ્ઞાનને તે જ્ઞાનસ્વભાવ તરફ વાળવાનો પ્રયત્ન કરવો, નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ
કરવો. આ જ સમ્યક્ત્વનો માર્ગ છે. આમાં તો વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ
જ કરવાનો છે, બહારમાં કંઈ કરવાનું ન આવ્યું. જ્ઞાનમાં સ્વભાવનો અભ્યાસ કરતાં
કરતાં જ્યાં એકાગ્ર થયો ત્યાં તે જ વખતે સમ્યગ્જ્ઞાનરૂપે આ આત્મા પ્રગટ થાય છે. આ
જ જન્મ–મરણ ટાળવાનો ઉપાય છે. એકલો જાણકસ્વભાવ છે તેમાં બીજું કાંઈ કરવાનો
સ્વભાવ નથી. નિર્વિકલ્પ અનુભવ માટે આવો નિશ્ચય કરવો જોઈએ. આ સિવાય બીજું
માને તેને તો વ્યવહારે પણ આત્માનો નિશ્ચય નથી. બહારમાં બીજા લાખ ઉપાયે પણ
જ્ઞાન ન થાય, પણ જ્ઞાનસ્વભાવની પક્કડથી જ જ્ઞાન થાય. બધામાંથી એક
જ્ઞાનસ્વભાવી આત્માને તારવે, પછી તેનું લક્ષ કરી પ્રગટ અનુભવ કરવા માટે,
મતિશ્રુતજ્ઞાનની બહાર વળતી પર્યાયોને સ્વસન્મુખ કરતાં તત્કાળ નિર્વિકલ્પ
નિજસ્વભાવરસ આનંદનો અનુભવ થાય છે. અંતરમાં દ્રષ્ટિ કરીને પરમાત્મસ્વરૂપનું
દર્શન જે વખતે કરે છે તે જ વખતે આત્મા પોતે સમ્યગ્દર્શનરૂપ પ્રગટ થાય છે; એકવાર
જેને આત્માની આવી પ્રતીત થઈ ગઈ છે તેને પાછળથી વિકલ્પ આવે ત્યારે પણ જે
આત્મદર્શન થઈ ગયું છે તેનું તો ભાન છે, એટલે કે આત્માનુભવ પછી વિકલ્પ ઊઠે
તેથી સમ્યગ્દર્શન ચાલ્યું જતું નથી. સમ્યગ્દર્શન એ કોઈ વેષ નથી પણ સ્વાનુભવરૂપ
પરિણમેલો આત્મા તે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.