: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૨૫ :
• ફત્તેપુરથી લલિતાબેન પૂછે છે કે–
કેવળી અને શ્રુતકેવળીમાં શું તફાવત? ‘કેવળ’ એવા શુદ્ધ આત્માને જાણવાની
અપેક્ષાએ બંને સરખા કહ્યા છે; પણ કેવળીભગવાનના જ્ઞાન કરતાં શ્રુતકેવળીનું
જ્ઞાન અનંતમા ભાગનું છે. શ્રુતકેવળી એટલે શ્રુતમાં પૂરા; અને કેવળીજ્ઞાની તો
સર્વજ્ઞ છે. શ્રુતકેવળી તે છદ્મસ્થ–મુનિરાજ છે, ને કેવળીભગવાન તો અરિહંત કે
સિદ્ધ છે.
• અવિભાગપ્રતિચ્છેદ એટલે શું?
કોઈ પણ ગુણની શક્તિનું માપ કરવા માટેનો નાનામાં નાનો અંશ (જેના
વિભાગ ન થઈ શકે એવો છેલ્લો ભાગ) તેને અવિભાગપ્રતિચ્છેદ કહેવાય.
જેમકે કોઈ પણ જીવનું જ્ઞાન કેટલું? કે અનંતાનંત અવિભાગપ્રતિચ્છેદ થાય
એટલું.
• અમદાવાદથી ભાઈશ્રી મણિલાલ ઉજમશી લખે છે કે આત્મધર્મના દરેક અંક
વંચાય છે, ઘણુંઘણું અગમનિગમ મળે છે. પૂ. ગુરુદેવનો વર્તમાન જગત માટે
પરમ ઉપકાર છે.
• પ્રશ્ન:– બે હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા કુંદકુંદભગવાનનો ફોટો અત્યારે મળે છે
તે કઈ રીતે?
• ઉત્તર:– એ કાંઈ એમનો મૂળ ફોટો નથી, પરંતુ એ તો ભાવભાસન અનુસાર
તૈયાર કરાવેલું ચિત્ર છે. જેમ આપણે મહાવીર ભગવાન વગેરેનું કલ્પિત ચિત્ર
અત્યારે કરીએ છીએ તેમ તેનું સમજવું.
• મરૂદેવી માતાનો જીવ અત્યારે ક્યાં હશે?
મોક્ષમાં, તીર્થંકર ભગવાનના માતાજી એકાવતારી હોય છે; સ્ત્રીનો અવતાર
હોવાથી તે જ ભવે તેઓ મોક્ષ નથી પામતા; પણ ત્યાંથી સ્વર્ગે જઈ, બીજા ભવે
મોક્ષ પામે છે. તે મુજબ મરૂદેવીનો આત્મા સ્વર્ગનો એક અવતાર કરીને પછી
મનુષ્ય થઈ મુનિ થઈ મોક્ષ પામ્યો. તેમના મોક્ષગમન પછી કેટલાય વર્ષો બાદ
(અસંખ્ય વર્ષો બાદ) ભરતક્ષેત્રમાં બીજા તીર્થંકર (અજિતનાથ) થયા.