: ૨૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
• દિલ્હીનો એક પત્ર (હિંદીમાં) : “જૈનબાલપોથી હમને પઢી ઔર પઢકર મનકો
અત્યંત પ્રસન્નતા હુઈ કિ લેખકને કિસપ્રકાર ઈસ છોટીસી પોથીમેં બાલકોં કે
લિએ ધર્મકી કયા કયા ખૂબિયાં ભર દી હૈં! મૈં ઈસસે અત્યન્ત પ્રભાવિત હુઆ હું
ઔર મેરા વિચાર યહ બના હૈ કિ મૈં યહ પુસ્તક નિઃશુલ્ક યહાં શાહદરા
જૈનસમાજ (–દિલ્હી) મેં વિતરીત કરના ચાહતા હૂં, તો આપ ૨૦૦ પ્રતિયાં વી.
પી. સે અતિશીઘ્ર ભેજ દેવેં.
–ભવદીય માનિકલાલ જૈન
• પત્રવ્યવહાર કરનાર બંધુઓને ખાસ સૂચના કે પત્રમાં પોતાનું પૂરું સરનામું
જરૂર લખો –જેથી પ્રત્યુત્તર માટે તે શોધવું ન પડે. માત્ર સભ્ય નંબર લખવાથી
અમારે તે શોધવું પડે છે, ને જવાબ વિલંબથી અપાય છે, અગર અપાતો નથી.
• ચંદ્રકાન્ત ચીમનલાલ વખારીઆ કાટોલ (નાગપુર) થી લખે છે કે–આત્મધર્મ
ઓછામાં ઓછા પચીસ વર્ષથી આવે છે, વાંચીને ઘણો આનંદ થાય છે.
બાલવિભાગનું લખાણ અમે આનંદથી વાંચીએ છીએ. રાત્રે ન જમવાની પ્રતિજ્ઞા
લીધી છે અને દરરોજ ભગવાનના દર્શન કર્યા વિના જમતો નથી; પાઠશાળામાં
અભ્યાસ કરું છું.
• ગુજરાતી આત્મધર્મના પાઠક વર્ગમાં સેંકડો હિંદી–ભાઈઓ પણ છે; તેઓ કહે છે
કે ગુજરાતી વાંચનમાં હમકો મઝા આતી છે. એક હિંદી ભાઈ લખે છે કે
આત્મધર્મ કે પઢનેસે જ્ઞાનકી એકાગ્રતા હોતી હૈ. ઉસકા બાલવિભાગ ભી હજારોં
વર્ષ ચાલતા રહે તાકિ બચ્ચોંકો મહા લાભકા કારન હો.
શ્રી વીતરાગવિજ્ઞાન (ભાગ–૨) ભેટ પુસ્તક અંગે
ટપાલ દ્વારા જેઓએ ઉપરનું ભેટ પુસ્તક મંગાવેલ છે તે
દરેકને મોકલવાની વ્યવસ્થા થાય છે. માટે આ અંગે પત્રવ્યવહાર
નહિ કરવા વિનંતિ છે.
લિ.
દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
(સોનગઢ) સૌરાષ્ટ્ર